જસદણનું બાખલવડ ગામ પાણીજન્ય રોગથી મુકત

ફિલ્ટર કે ગાળ્યા વગર પાણી પીવા છતા રાજવી આલાખાચર બાપુએ બંધાવેલ
તળાવ લોકો માટે આર્શિવાદ રૂપ આટકોટ, તા. 17
જસદણના બાખલવડ ગામના લોકો પાણીને ફિલ્ટર તો ઠીક પણ ગાળીને પણ પિતા નથી ! આમ છતાંય ગામમાં એક પણ જાતનો પાણીજન્ય રોગચોળો ફેલાયો નથી. જસદણથી પાંચ કિમી દૂર આવેલ બાખલવડ ગામ આવેલુ છે. ચાર હજારની વસ્તી ધરાવતા આ ગામમાં મુખ્યત્વે લોકો ખેતી કામ મજુરી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે. જસદણ પંથકને પીવા અને ખેતી માટે પાણી મળી રહે તે સંદર્ભે ઈ.સ.1900 ની સાલમાં પ્રજાવત્સલ રાજવી આલાખરચરબાપુએ લાખલવડ ગામે એક વિશાળ તળાવ બંધાયેલુ હતુ આ તળાવના પાણીતી રવીપાકમાં મોલ મ્હોરી ઉઠે છે. અને જસદણ શહેરની તરસ હાલ છીપાઈ રહી છે. પણ તળાવ બાંધવાને 118 મુ વર્ષ ચાલી રહ્યું છે. તળાવ બન્યુ છે પરંતુ આ ગામમાં કોઈ દિવસ પાણી જન્ય રોગચાળાને કારણે માંદગીમાં સપડાયુ નતી એમ ગ્રામ્યજનો જણાવી રહ્યા છે.