જસદણની સરકારી હોસ્પિટલમાં ડોકટરો, બેડની ઘટતી સંખ્યાથી દર્દીઓને મુશ્કેલી

તંત્રના ઓરમાયા વર્તનથી લોકોમાં રોષ
તાકીદે એમએસસર્જન અને બેડની વ્યવસ્થા કરવા રજૂઆત આટકોટ, તા. 17
જસદણની સરકારી હોસ્પીટલમાં લાંબા સમયથી ડોકટરો અને પથારીઓની સંખ્યા ઘટતી હોવાથી આ અંગે ગુજરાતના આરોગ્ય મુખ્ય સચિવને જસદણના હુસામુદીન કપાસીએ વિસ્તૃત લેખીત રજુઆત
કરી છે.
રજુઆતમાં જણાવ્યુ છે કે જસદણ શહેર અને તાલુકાના ગામોને રાહતરૂપ બનતી સરકારી હોસ્પીટલમાં વર્ષોથી એક પણ કાયમી ધોરરે એમ એસ ઓર્થોપેડીક જેવા અનેક ડોકરો તથા પથારીની સંખ્યા પણ જુજ હોવાથી શહેર અને તાલુકાનાં દર્દીઓને ફરજીયાત રાજકોટ જવુ પડે છે. વર્ષોથી આ ઘટ હોવા છતા તંત્ર દ્વારા જસદણ સાથે ઓરમાર્યુ વર્તન થતી હોવાથી ગરીબ દર્દીઓને ફરજીયાત સમય અને પૈસાનો દૂર ઉપયો સાથે જીવ પણ જોખમમાં મુકાય છે. ભુતકાળમાં આ બાબતે અનેક રજૂઆત થઈ પણ તંત્રના બહેરા કાને અથડાઈ પાછી ફરી છે.
વર્તમાન સમયમાં હોસ્પીટલના ડોકટરો સ્ટાફ માનવતાવાદી વલણ ફકત એક ડોકયર અને પથારીની સંખ્યા વધારવામાં તંત્ર પોતાની ફરજ સમજ દર્દીઓને પડતી હાલાકી નિવારે એમ અંતમાં જણાવ્યુ હતું.