મોરબી નજીક કારખાનામાં ધાબા પરથી પટકાતા શ્રમિકનું મોત


ઈજાગ્રસ્ત યુવાને રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો
રાજકોટ તા,17
મોરબી નજીક સિરામીકના કારખાનામાં ધાબા પરથી પડી જતાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન રાજકોટ હોસ્પિટલમાં મોત નિપજયું છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીક ઘુટુ રોડ પર આવેલા રીયલ વિટ્રીફાઈડ નામના સીરામીકના કારખાનામાં રહેતો અને કામ કરતો શુકુલભાઇ (ઉ.વ.30) નામનો પરપ્રાંતિય યુવાન ગત મોડી રાત્રે કારખાનાના ધાબા પરથી પડી જતા તેને ગંભીર ઈજા થતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહીં તેનું મોત નિપજયું હતું. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.