અમીનમાર્ગ પર ‘અદ્વૈતમ કોટયોર’ ડિઝાઈનર શો-રૂમનો થયો શુભારંભ

મહાનુભાવો અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ વચ્ચે રાજકોટ તા,17
રાજકોટના હાર્દ સમા અમીન માર્ગ પર અદ્વૈતમ કોટયોર (નામથી આધુનિક ડિઝાઈનર લેડીઝવેર તથા કસ્ટમાઈઝ મેન્સવેરનો અદ્યતન શોરૂમનો શુભારંભ શરૂ થઇ ગયો છે. આ પ્રસંગે નરેશભાઇ પટેલ (ખોડલધામ ચેરમેન), પરેશભાઇ ગજેરા (ખોડલધામ), ભાનુબેન બાબરીયા, જૈમનભાઇ ઉપાધ્યાય, કમલેશભાઇ મીરાણી (શહેર ભાજપ પ્રમુખ), દર્શિતાબેન શાહ (ડેપ્યુટી મેયર), નીતીનભાઇ નથવાણી, ભુપતભાઇ બોદર (ભાજપ અગ્રણી), ભરતભાઇ બોદર (ખોડલધામ ટ્રસ્ટી), ઘોઘુભાઇ જાડેજા (ભાજપ તાલુકા પ્રમુખ) જેવા મહાનુભાવોએ હાજરી આપી બિરદાવેલ. અદ્વૈતમ કોટયોરના પાર્ટનર જીતુભાઇ બોદર, ભવદિપસિંહ ઝાલા, ધારીણી વણપરીયા જણાવે છે કે તેઓએ અદ્વૈતમ કોટયોરમાં રાજકોટની ફેશનપ્રીય માનુનીઓ માટે યુનિક ડિઝાઈનર લેંગા-ચોલી, ગાઉન, કુર્તી, ડ્રેસીસ તથા ફેશન જવેલરીની સાથે સાથે રાજકોટના અર્બન પુરૂષો માટે સ્પેશ્યલાઈઝડ કસ્ટમાઈઝ કલોથીંગ પણ ઉપલબ્ધ છે.
અદ્વૈતમના ડિઝાઈનર કમ પાર્ટનર ધારીણી વણપરીયા ફેશન ડિઝાઈનીંગ ક્ષેત્રે 12 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને જણાવે છે કે તેમને આજ સુધીમાં હજારો ડિઝાઈનવેર બનાવવાના અનુભવનો નીચોડ તેમણે અદ્વૈતમ કોટયોરના કલેશનમાં રેડી દીધેલ છે. જેમાં તેઓને લેડીઝવેર તથા મેન્સવેરની સાથે કિડઝવેર ડિઝાઈન કરવાનો પણ બહોળો અનુભવ છે.
અદ્વૈતમ કોટયોર એક એવું યુનિક શોપીંગ ડેસ્ટીનેશન છે જયાં અર્બન વુમેન એમના પતિદેવ અને બાળકો બધા માટે યુનિક અદ્વૈતમ ડિઝાઈનવેર એમને રેડીમેઈડ તથા કસ્ટમાઈઝડ બેય જરૂરીયાત મુજબ મળી રહે છે.