જૂનાગઢમાં ગેરકાયદે સિંહદર્શન કેસમાં આજે કોર્ટમાં રજૂ કરાશે આરોપીઓ


પોલીસની ભીંસ વધતા 6 શખ્સો સામેથી હાજર થયા
જૂનાગઢ તા,17
ગિર-ગિરનાર જંગલમાં ગેરકાયદેસર રીતે સિંહદર્શન કરાવવા બદલ વનવિભાગે છેલ્લા કેટલાક દિવસથી આરોપીઓ પર ધોંસ બોલાવી હતી જેને પગલે ગત 16 એપ્રિલના એકસાથે 6 આરોપીઓ સામેથી હાજર થયા હતા. આથી વનવિભાગે તેમની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. મળતી વિગત મુજન વનવિભાગના જૂનાગઢ નોર્મલ ડિવિઝન સમક્ષ ગે.કા. સિંહદર્શન પ્રકરણના 6 આરોપીઓ હાજર થયા હતા. આજે તેઓને કોર્ટ સમક્ષ રજુ કરાશે. પકડાયેલા શખ્સોમાં 5 જૂનાગઢના અને એક શખ્સ ભેંસાણ તાલુકાના કરિયા ગામનો છે.
સરન્ડર કરનાર શખ્સો પૈકી અબ્દુલ રહેમાન ઉર્ફે હાઝીલ હબીબ મારફાણી (ઉ.29) રે. નવા ઘાંચીવાડા, સંઘાડિયા બજાર જૂનાગઢ અબ્બાસ અલીહુસેન જરીવાલા (ઉ.37) રે.વોરાવાડ, વ્હોરાની મસ્જીદ સામે જૂનાગઢ, વસીમખાન ઈકબાલખાન બ્લોચ ઉર્ફે જાદુગર (ઉ.28) રે અજંતા ટોકીઝ, અરિહંત એપાર્ટમેન્ટ, જૂનાગઢ, આશિષ ચૌહાણ (ઉ.45) રે. રાજકોટ રોડ જૂનાગઢ, આસીફ અલ્લારખા શેખ ઉર્ફે આસીફ લાયન (ઉ.32) રે, આલીપ્લાઝા, નરસિંહ વિદ્યામંદિર પાસે જૂનાગઢ, આસીફ મહંમદ શૈયમ ઉર્ફે પપ્પુ (ઉ.20) રે. કરિયા તા.ભેંસાણ આરોપીઓએ સરન્ડર કર્યું હતું.