પડધરીના હડમતિયામાં પરપ્રાંતિય યુવતીનો ઝેરી દવા પી આપઘાત


રાજકોટ હોસ્પિટલમાં મોત નીપજયું, કારણ અકબંધ
રાજકોટ તા,17
પડધરી તાલુકાના હડમતિયા ગામે મજુરી કામ કરતાં શ્રમિક પરિવારની યુવતીએ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્ય પ્રદેશની અને હાલ પડધરીના હડમતિયા ગામે સવજુભાની વાડીમાં કામ કરતી ભુરી મંગુભાઇ મેડા (ઉ.વ.18) નામની યુવતીએ ગઇ કાલે સવારે વાડીએ હતી ત્યારે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ અહીં તેનું મોત નિપજયું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી બે ભાઇ પાંચ બહેનમાં નાની હતી અને પરિવાર સાથે એક વર્ષની અહીં મજુરી કામ કરતી હતી તેણે આ પગલું શા માટે ભર્યૂ તે અંગે પરિવારજતો પણ અજાણ હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.