આજે વિશ્ર્વ હિમોફિલિયા દિવસ


વારસાગત રીતે ઉતરી આવતો રક્તનો પ્રાણઘાતક રોગ હિમોફિલિયા
રાજકોટ,17
વિશ્ર્વભરમાં સત્તરમી એપ્રિલના દિવસે હિમોફેલિયા નામના રોગ પ્રત્યે જનમાનસમાં જાગૃતિ જગાડવાના હેતુથી હિમોફિલિયા દિવસ ઉજવવામાં હિમોફિલિયાએ જનીની બીમારી એટલે કે વારસાગત રીતે ઉતરી આવતો રક્તનો પ્રાણઘાતક ગણાતો રોગ છે અને તેના કારણે રક્તના ગંઠાઈ જવાના માળખામાં એકથી વધુ ખરાબી થઈ શકે છે. જો આમ થાય તો બિન-આનુશંગિક ઈજાઓને જીવલેણ બનાવી શકે છે.
આવા ખતરનાક રોગ પ્રત્યે પ્રજામાં એઈડ્સ જેટલી જાગૃતતા ન હોવાને કારણે મૃત્યુઆંક ઊંચો જવા લાગ્યો ત્યારે આ રોગનાં દર્દીઓને સહાયભૂત થવાના હેતુથી ફ્રેંક સ્કનબલ નામની વ્યક્તિએ ઈ.સ. 1963ના વર્ષમાં વિશ્ર્વ ફેડરેશન ઓફ હિમોફિલિયાની સ્થાપના કરી, જેને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓ એ પણ માન્યતા આપી. સત્તરમી એપ્રિલના દિવસે આ ફેડરેશનના સ્થાપક ફ્રેંક સ્કનબલનો જન્મ દિવસ હોવાથી તેને વિશ્ર્વ હિમિફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
હિમિફેલિયા શું છે?
હિમિફિલિયા અસાધ્ય આનુવંસિક રોગ છે. તે લોહી ગંઠાવાની પ્રક્રિયામાં કામ કરતા ઘટક ની લોહીમાં ઉણપ ને કારણે આ ખોડ ઉભી થાય છે. આના કારણે શરીરના સાંધાઓ, સ્નાયુઓ, પેશાબ વાટે અને મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ થાય છે.
હિમિફિલિયા ની સારવાર શું?
હિમિફેલિયાની સારવાર રૂપે ખૂટતા જીવનરક્ષક ફેકટર આપવા આદર્શ સારવાર છે. પરંતુ તે જીવનરક્ષક ફેકટર ભારતમાં બનતા નથી જે આયાત કરી સંસ્થાના સભ્યોને રાહતદરે, નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે.
આ દર્દીને સમયસર સારવાર ન મળે તો શું થઈ શકે છે?
જો આ દર્દીને સમયસર સારવાર અને જીવનરક્ષક ફેકટર ન મળે તો કાયમી ખોડ રહી જાય છે. દર્દી નાની ઉંમરમાં પંગુતાને ભેટે છે. કરોડરજજુ કે મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ અને તેની સારવારના અભાવે આ દર્દીઓમાં જીવલેણ નીવડી શકે છે.
શા માટે આ દર્દીઓને મદદની જરૂર છે?
જાગૃતિ ઓછી હોવાથી આ દર્દીને સમાજમાંથી ઓછી સવલત મળે છે અને વિદેશ થી આયાત કરવા પડતા જીવનરક્ષક ફેકટર અત્યંત મોંઘા અને સામાન્ય દર્દીને પોષાય નહિ તેવા છે. આ દર્દીઓને જીવન સુરક્ષા કે મેડિક્લેમ જેવું વીમા કવચ મળતું નથી.
હિમોફેલિયા સોસાયટી રાજકોટ વિષે
હિમોફિલિયા સોસાયટી 1992થી રાજકોટમાં કાર્યરત છે. જેમાં 584 દર્દીઓ રજીસ્ટર્ડ છે અને છેલ્લા 8 વર્ષથી અશોક ગેંધિયા મેમોરીયલ ટ્રસ્ટના સંપૂર્ણ સહયોગ થી રીસર્ચ ચલાવાય છે.
આ સેન્ટર અંતર્ગત દર્દીઓને સારવાર, હોમિયોપથી, ફિઝીયોથેરાપિ, રોગ અટકાયત ના પ્રયત્નો, સ્વરોજગાર, કેમ્પસ, અભ્યાસમાં મદદ જેવી વિવિધ પ્રવૃતિ કરવામાં આવે છે.
ગત વર્ષ દરમ્યાન સંસ્થા દ્વાર 1,68,375 યુનિટ ઈન્જકેશન દર્દીઓને મદદ રૂપે આપવામાં આવેલ છે. તદઉપરાંત ગવર્મેન્ટ અને પ્રાયવેટ હોસ્પિટલમાં 8 દર્દીઓના જુદા જુદા ઓપરેશન કરવામાં આવેલ જે સામાન્ય રીતે અત્યંત ખર્ચાળ અને જોખમી હોય છે.