જૂનાગઢ મનપાએ બ્લેક લીસ્ટેડ એજન્સીને ર8 કરોડનું કામ આપ્યું ?


સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યની તડાફડી
જૂનાગઢ તા.17
જૂનાગઢ મનપાની ગઇકાલે મળેલ સંકલનની મીટીંગમાં આજે લીસ્ટેડ એજન્સીને મનપાએ ર6 કરોડનું ટેન્ડર કેમ આપ્યું ? જેવા અનેક સવાલો ઉઠાવી શહેર વિકાસના અમુક કામો અને પ્રશ્રો સત્વરે ઉકેલવા સુચના આપી હતી.
ગઇકાલે મનપાના મીટીંગ હોલમાં મળેલ સંકલન સમીતીની બેઠક ધારાસભ્ય ભીખાભાઇ જોશીની અધ્યક્ષતામાં મળી હતી ત્યારે ધારાસભ્ય જોશીએ પાણીની પાઇપલાઇન નાખવા માટે કોર્પો. દ્વારા જે એજન્સીનું ટેન્ડર મંજુર કરેલ છે તે એજન્સીને તો પાણી પુરવઠા બોર્ડ બ્લોક લીસ્ટેડ કરેલ છે તો પછી તેનું ટેન્ડર મંજુર કેમ કરાયું તેવો પ્રશ્ર ઉઠાવ્યો હતો ત્યારે અધિકારીઓ પણ મુંઝાયા હતા.
બાદમાં વાણંદ સોસાયટીમાં 8 વર્ષ પહેલા રાહત દરે ફાળવાયેલા છે તેનાં દસ્તાવેજો મનપાએ રોકયા છે તે કામગીરી સત્વરે પૂર્ણ કરવા જલારામ સોસાયટીમાં ડીમોલેશન કર્યા બાદ ફાળવેલી વૈકલ્પીક જગ્યા પર થયેલ દબાણો દુર કરી લાભાર્થીઓને ખાલી પ્લોટો સોપવા, તથા જૂનાગઢમાં પાણીના સ્ત્રોતો વધુ છે છતા આયોજનના અભાવે અડધા શહેરને પાણી સપ્લાય થતું નથી તે દુ:ખદ બાબત ગણાવી યોગ્ય આયોજન કરવાની સુચના આપી હતી.