અમરેલીમાં પરશુરામ જયંતિની પૂર્વ સંધ્યાએ બ્રહ્મ કલરવ ડાન્સ સ્પર્ધા


શોભાયાત્રા, કસુંબલ ડાયરાનું આયોજન
અમરેલી, 17
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં આવતી કાલે ભગવાન પરશુરામ પ્રાગટયોત્સવની ભવ્ય ઉજવણી થશે. ત્યારે આ ઉજવણીનાં ભાગ રૂપે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
અમરેલી શહેરમાં આવતી કાલે ભગવાન પરશુરામપુર પ્રાગટય મહોત્સવમાં બપોરના સમયે એક ભવ્ય શોભાયાત્રા નિકળશે જે શોભાયાત્રા શહેરનાં ઉપર ફરો. આ શોભાયાત્રાનું શહેરના રાજ માર્ગો ઉપર ભવ્યથી ભવ્ય સ્વાગ્ત કરવામાં આવશે. આ ભગવાન પરશુરામ મહારાજની ઉજવણી માટે થઈ સમસ્ત બ્રહ્મ સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત આજે ભગવાન પરશુરામજીના જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ બ્રહ્મ કલરવ ડાન્સ કોમ્પીટીશન તથા બ્રહ્મપુત્રોનો રંગ કસુંબલ ડાયરાનું પણ અમરેલી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવેલ છે.