જુનાગઢમાં તોગડિયાની તરફેણમાં 5000 થી વધુ કાર્યકરોના રાજીનામા

વીએચપી અને બજરંગદળના નારાજ કાર્યકરો દ્વારા ઉગ્ર દેખાવો જુનાગઢ, તા. 17
વિશ્ર્વ હિન્દુ પરીષદના પ્રમુખ પદેથી ડો.તોગડીયાને હટાવવાના મામલે જુનાગઢના વિશ્ર્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળના હોદેદારો સહિત 5000 કાર્યકર્તાઓએ રાજીનામા ધરી દેતા ખડભળાટ મચી જવા પામ્યો છે.
છેલ્લા ઘણા વર્ષોથી વિશ્ર્વ હિન્દુ પરીષદનું પ્રમુખ પદ ધરાવતા ડો.પ્રવિણભાઈ તોગડીયાને ચુંટણી યોજી વિષ્ણુજી શિવરામ કાગજેને પ્રમુખ બનાવી દેવાની ચાલ સામે જુનાગઢ વીએચપી અને બજરંગ દળના હોદેદારો કાર્યકરો નારાજ થયા હતા અને રોષ પૂર્વક આજે શહેરના ઝાંઝરડા રોડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરે એકઠા થઈ નારાબાજી કરી ઉપસ્થિત 30 થી 35 હોદેદારો સહિત જિલ્લા ભરના વીએચપી બજરંગ દળના 5000 હજારથી વધુ રાજીનામાઓ ધરી દીધા હતા આ તકે જુનાગઢના અધ્યક્ષ મહેન્દ્ર લાડાણીએ જણાવ્યુ હતું કે ડો.પ્રવિર તોગડીયાજીએ હિન્દુઓની રક્ષા માટે રાત દિવસ એક કરી હિન્દુ સમાજને સંગઠીત રાખ્યો છે અને સેવાઓ કરી છે, તેમનુ રામ મંદિર બનાવવાનું સપનુ હતુ પરંતુ તેમની સાથે રાજ રમત કરી તેને પદ ઉપરથી કિન્નાખોરી સાથે દૂર કરાયા છે. જે અમો ચલાવી લેશુ નહી તથા જુનાગઢ જિલ્લાના આગેવાનો અમદાવાદ જઈ અનશનમાં પણ જોડાશું.