ભાણવડના ચોખંડા ગામેથી જુગાર રમતા છ પકડાયા

24 કલાકમાં બે સ્થળે પોલીસને મળી સફળતા ભાણવડ તા.17
ભાણવડ પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં જ બે સ્થળેથી ભાણવડ પોલીસે જુગારધામ ઝડપી પાડીને સનસનાટી મચાવી દીધી છે. ગત રાત્રીના તાલુકાના વેરાડ ગામેથી જુગારધામ ઝડપાયા બાદ આજે દિવસના ચોખંડામાંથી વદુ એક જુગારધામ ઝડપાયું છે.
ચોખંડા ગામે રહેતા જેસા સવદાસભાઈ ગોજીયાના રહેણાંક મકાનમાં જુગાર ચાલતો હોવા અંગેની ચોકકસ બાતમી હકિકતના આધારે જુગાર ધારા કલમ નં.6 મુજબનું ખાસ વોરંટ મેળવી ભાણવડ પીએસઆઈ એચ.આર. કુવાડીયા તતા પીએસઆઈ કે.જે સથવારા તેમજ સ્ટાફે બાતમી હકીકતના સ્થળ પર રેઈડ કરતા 1. મકાન માલીક જેશા સવદાસ ગોજીયા રે. ચોખંડા, 2, ભાયા જેઠા ભાટું રે. ચોખંડા, 3, દિપક લાલજી પાડલીયા રે. લાલપુર, 4 ફારૂક અલીભાઈ રાવમા રે. ચોખંડા, 5, સુરેશ હંસરાજ વાછાણી રે. લાલપુરર, 6 નાથા નાનજી પટેલ રે. ભણગોર વાળાઓને તીનપતીનો જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી તમામ વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છક્ષે. જુગાર સ્થળેથી રોકડ રકમ રૂા.1,05,600 તથા પાંચ મોબાઈલ કિ. રૂા.3500 મળી કુલ રૂા. 1,09,100નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. આમ છેલ્લા ચોવીસ કલાકમાં જ બે બે સ્થળેથી જુગારધામ ઝડપાતા ભારે સનસનાટી મચી ગઈ છે. ભાણવડ પોલીસે ચોવીસ કલાકમાં બીજો જુગાર અખાડો ચોખંડામાંથી ઝડપી પાડયો હતો. (તસ્વીર: હિતેન્દ્રસિંહ જાડેજા-ભાણવડ)