સોમનાથ જીલ્લા કોંગ્રેસની કારોબારી આજોઠામાં મળી

પ્રદેશ પ્રમુખ, વિરોધ પક્ષના નેતા સહિતના નેતાએ માર્ગદર્શન આપ્યું વેરાવળ તા.17
ગીર સોમનાથ જીલ્લાની કોગ્રેસ પક્ષની વિસ્તુત કારોબારી પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતા ની હાજરીમાં વેરાવળ તાલુકાના આજોઠા ગામે યોજાયેલ હતી. કોગ્રેસ પક્ષના બન્ને નેતાઓ જીલ્લામાં પ્રથમ વખત આવેલ હોય ત્યારે તેમનું મોમેન્ટો આપી શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલ હતું. વેરાવળ તાલુકાના આજોઠા મુકામે ગીર-સોમનાથ જીલ્લા કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી મળેલ જેમાં કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, કોગ્રેસ વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, ગીર સોમનાથ જીલ્લા પ્રભારી સોમાભાઇ અને જીલ્લાના ચારેય ધારાસભ્યોમાં ભગવાનભાઇ બારડ, પુંજાભાઇ વંશ, વિમલભાઇ ચુડાસમા, મોહનભાઇ વાળા સહીત જીલ્લાના હોદેદારો હાજર રહેલ હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે વરણી થયા બાદ પ્રથમ વખત ગીર સોમનાથ જીલ્લાની મુલાકાતે આવેલ હોય અને કોંગ્રેસના પુર્નગઠનની પ્રકિયાના એક ભાગ રૂપે પ્રથમ સોમનાથ મહાદેવના આર્શિવાદ લઇ કાર્ય શરૂ કરવામા આવેલ હતું.
આ તકે કોંગ્રેસના કાર્યકરોને પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય સોમાભાઇ ગાંડાભાઇ એ 45 વર્ષ ભાજપમાં મંજુરી કરી છે. એટલે હુ ભાજપ વાળાને સારી રીતે ઓળખું છું તેમ જણાવી કાર્યકર્તાઓને સંબોઘતા જણાવેલ કે, એક-એક ગામડે જઇ મતદારોને મળવું જોઇએ અને તેની મુશ્કેલીઓથી વાકેફ થઇ કાર્યવાહી કરવી જોઇએ ત્યારે વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા જણાવેલ કે, કાર્યકર લોહી પરસેવો એક કરે ત્યારે નેતા બને છે. અમારા બન્નેમાં રાહુલજી એ જે વિશ્વાસ મુકેલ છે અને વડીલોના માર્ગદર્શન અને યુવાનોની સાથે કામ કરવામાં હોસ અને જોસનો સમનવ્ય હશે અને કોગ્રેસનો કાર્યકર છેવાડાના માણસો સુધી પહોચે તેવા પ્રયત્ન કરવામાં આવશે તેમજ કાર્ડ છપાવનારા કાર્યકરને બદલે કામ કરનારાઓને તક મળશે. ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ અને તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ સ્વાગત પ્રવચનની સાથે ચુંટણીમાં પાર્ટી વિરૂધ્ધ કાર્ય કરેલ હોય તેઓને તેમની સજા મળવી જોઇએ તેમ જણાવેલ હતું. આ કાર્યક્રમમાં કોગ્રેસના અગ્રણીઓમાં અમુભાઇ સોલંકી, નુસરતભાઇ પંજા, જગમાલભાઇ વાળા, ડો.રામભાઇ સોલંકી, મેરૂભાઇ પંપાણીયા, બાબુભાઇ રામ, કરીમભાઇ તવાણી, વિક્રમભાઇ પટ્ટાટ, મોહનભાઇ ગોહેલ, હિરાભાઇ રામ, દિપકભાઇ દોરીયા, કાનાભાઇ ગઢીયા, લલીતભાઇ ફોફંડી, ફારૂકભાઇ બુઢીયા, ભગુભાઇ વાળા, ફારૂકભાઇ પેરેડાઇઝ, તસ્લીમભાઇ કાજી, રાકેશભાઇ ચુડાસમા, જીલ્લા મહિલા કોગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકીયા, કાજલબેન લાખાણી, કોંગ્રેસના વિવિધ પદાધિકારીઓ મુસ્લીમ સમાજના આગેવાનો, ખારવા સમાજના આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને અંતે આભાર દર્શન તાલુકા કોગ્રેસ પ્રમુખ કરશનભાઇ બારડ એ કરેલ જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવેન્દભાઇ વિઠલાણીએ સફળતા પૂર્વક કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે. ગીર સોમનાથ જીલ્લાની કોગ્રેસ પક્ષની વિસ્તુત કારોબારી પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતા ની હાજરીમાં આજોઠા ગામે મળેલ જેમાં હાજર રહેલ 5દાઘિકારીઓ, કાર્યકર્તાઓ સહીતના નજરે પડે છે. (તસ્વીર  રાજેશ ઠકરાર વેરાવળ)