ભાણવડના વેરાડમાં જુગાર રમતા સાત શખ્સો ઝબ્બે

97 હજારનો મુદ્દામાલ કબ્જે ભાણવડ તા.17
ભાણવડ પંથકમાં દારૂ જુગારની બદી ખુબજ વધી ગઈ હોય તેમ દર બીજા ત્રીજા દિવસે પોલીસ ચોપડે કેસ નોંધાઈ રહ્યો છે.
આવા જ વધુ એક કેસમાં ભાણવડ પોલીસ દ્વારા તાલુકાના વેરાડ ગામના રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે. બનાવની વિગત મુજબ ભાણવડ પીએસઆઈ કે.જે. સથવારા તથા પોલીસ સ્ટાફના હેડ કોન્સ. મસરીભાઈ ભોચીયા, પો.કોન્સ. પરેશભાઈ સાંજવા, નીલેષભાઈ કારેણા, માલદેભાઈ કરંગીયા સહિતના નાઈટ પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી રાહે મળેલી બાતમી મુજબ તાલુકાના વેરાડ ગામે જગદીશભાઈ બાવનજીભાઈ કણસાગરાના રહેણાંક મકાનમાં તેમના દ્વારા બહારથી માણસો બોલાવીને ગેરકાયદેસર નાલ ઉઘરાવી જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે. બાતમી મુજબના સ્થળે દરોડો પાડવામાં આવતા મકાન માલીક જગદીશભાઈ તેમજ બહારથી તીનપતીનો જુગાર રમવા આવેલા શખ્સો જેમાં 1, દિનેશભાઈ ગોરધનભાઈ શીરા રે.સઈ દેવરીયા, 2, રસીકભાઈ ધનજીભાઈ કણસાગરા રે. સઈ દેવરીયા, 3 રોહિત પરસોતમભાઈ ભાલોડીયા રે. વેરાડ, 4, જયસુખ મનસુખ સોનગરા રે. વેરાડ, 5, રાજેશ રામજી ભાલોડીયા રે. વેરાડ અને 6, રાયપલભાઈ અમનભાઈ ભાલોડીયા રે. વેરાડ એમ કુલ સાત ઈસમો ગંજીપાનાના પાના વડે તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા અને તેમના કબજામાંથી કુલ રૂા.94,400 રોકડા તેમજ મોબાઈલ નંગ-5 કીં. રૂા.2600 મળી કુલ 97000નો મુદામાલ કબજે કરી પો.કોન્સ. હેમંતભાઈ નંદાણીયાની ફરીયાદના પગલે જુગારધારાની કલમ 4,5 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વેરાડ ગામેથી જુગાર રમતા ઝડપાયેલા નતમસ્તક પતાપ્રેમીઓ સાથે ભાણવડ પીએસઆઈ સહિતનો સ્ટાફ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર: હિતેન્દ્રસિંહ જાડેજા-ભાણવડ)