સિદ્ધુ॥ રાજીનામાનો સવાલ જ નથી: અમરીન્દર


30 વર્ષ જૂના રોડ રેઝ કેસ મામલે સિદ્ધુના રાજીનામાને લઇ અટકળોનો અંત આવ્યો
ચંડીગઢ,તા.17
પંજાબના મંત્રી નવજ્યોત સિદ્ધુના 30 વર્ષ જૂના રોડ રેઝના એક કેસને લઇને વિપક્ષોના વધતા હુમલા વચ્ચે મુખ્યમંત્રી અમરિન્દરસિંહ ગઇકાળે એ અટકળો પણ વિરામ લગાવી દીધું હતું કે સિદ્ધ રાજીનામું આપશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પર્યટન અને સંસ્કૃતિ મંત્રી સિદ્ધુનો રાજીનામું આપવાનો કોઇ સવાલ જ નથી ઉઠતો એટલે હવે સિદ્ધુની ખુરશીને કોઇ ખતરો નથી.
ગત સપ્તાહે રાજય સરકારે ઉચ્ચતમ ન્યાયાલયમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના એ ફેસલાનું સમર્થન કર્યું હતું જેમ 1998ના મામલામાં સિદ્ધુને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સિદ્ધુ દ્વારા ઘુસ્તો મારવાને કારણે પટિયાલા નિવાસી ગુરૂનાસિંહનું મોત નિપજયું હતું.
નવજોતસિંહ સિદ્ધુએ અદાલત દ્વારા રોડ રેજ મામલામાં સંભળાવવામાં આવેલી સજાના પક્ષમાં પંજાબ સરકારના ઉભા રહ્યા બાદ દુ:ખ પ્રગટ કર્યું હતું. તેણે કહ્યું હતું કે કોઇપણ પ્રકારના દર્દને પોતાની સરકારના વલણને કારણે સહેવા તૈયાર છે