ખંભાળિયાના સુવિખ્યાત કલ્યાણજી મંદિર ખાતે આજે પાટોત્સવના ભવ્ય દર્શન યોજાશે


જામખંભાળીયા તા.17
ખંભાળીયામાં બિરાજમાન સુપ્રસિધ્ધ શ્રી કલ્યાણરાયજીના મંદિરે આવતીકાલે મંગળવારે સાંજે પાટોત્સવ સહિતના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કલ્યાણરાયજીને પપ0 વર્ષ પૂર્વે ઠાકર શેરડી ગામેથી અહીં પધારતાં વૈશાખ સુદ - બીજના દર વર્ષની જેમ આ વર્ષે પણ કલ્યાણરાયજી મંદિર ખાતે સાત ધજા તથા ફુલ શણગાર સાથેના પાટોત્સવના દર્શન મંગળવાર તા.17 મી ના રોજ સાંજે પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી યોજાયા છે. આ દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને મંદિરના પૂજારી રાજુભાઇ સેવક દ્વારા અનુરોધ કરાયો છે.