વેરાવળ-પાટણમાં કાલે પરશુરામ જયંતી ઉજવાશે


મહાઆરતી, શોભાયાત્રાનું આયોજન
વેરાવળ તા.17
વેરાવળ-પાટણ બ્રહસમાજ દ્વારા આવતી કાલે તા.18 ના ભગવાન પરશુરામ જન્મ મહોત્સવ પ્રસંગે શોભાયાત્રા સહીતના કાર્યક્રમોનું આયોજન કરાયેલ હોય ત્યારે આ ઉજવણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. ભુદેવોના આરાઘ્યદેવ ભગવાન પરશુરામની જન્મ મહોત્સવની ઉજવણી આવતી કાલે તા.18 ને બુઘવારે થનાર છે ત્યારે આ જન્મોત્સવને ઉજવવા પ્રસંગે નવારામ મંદિર ખાતેથી સાંજે પાંચ કલાકે શોભાયાત્રા પ્રસ્થાન કરનાર છે. આ શોભાયાત્રા ટાવર ચોક થઇ બ્રહમકુડ મંદિર ખાતે પહોંચનાર છે અને જયાં બ્રહમકુડ મંદિર ખાતે ભુદેવો માટે મહાપંસાદનું આયોજન કરવામાં આવેલ છે.
ભગવાન પરશુરામ જન્મ જયંતિ પ્રસંગે નીકળનાર શોભાયાત્રા સહીતના કાર્યક્રમોમાં ભુદેવ ભાઇ-બહેનોને બ્હોળી સંખ્યામાં જોડાવા વેરાવળ-પાટણ શહેર તથા તાલુકા બ્રહમસમાજ દ્વારા અપીલ કરાયેલ હોવાનું દેવેન્દભાઇ ઓઝા એ યાદીમાં જણાવેલ છે.