હરબટિયાળી ખાતે દાઉલ ઉલુમ ફૈઝે ઝાહીર શાહ પીર ખાતે કાર્યક્રમ

રાજકોટ,તા.17
મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકાનાં હરબટિયાળી ગામે દારૂલ ઉલુમ ફૈઝે ઝાહીર શાહ પીર ખાતે આજે તા.17-4ને મંગળવારના રોજ ઇસાનમાજ બાદ અઝીમુશાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હિન્દુસ્તાનના સુવિખ્યાત, મશહુર મુકરીર હઝરત શહેનશાહ ખતાબી હુઝુર ગાઝીએ મિલ્લત સૈયદ હાશમી મીયા અશરફી કછોછવાળા તશરીફ લાવી રહ્યાં છે. મીલાદ શરીફમાં મિલાદે મુસ્તફા મીલાદ પાર્ટી (રાજકોટ) ભાગ લેશે. ઉપરોકત કાર્યક્રમમાં સર્વે સુન્ની મુસ્લિમ ભાઈઓને ઉપસ્થિત રહેવા જનાબ જીલ્લાની બાપુએ જણાવેલ છે.