ડાંગરવદરમાં જર્જરિત આંગણવાડી, ભૂલકાઓ પર જોખમ

અમરેલી તા.17
ધારી તાલુકાનાં ડાંગરવદરમાં માત્ર બે વર્ષ પહેલા બનેલું આંગણવાડી કેન્દ્ર અતિ જર્જરીત અવસ્થામાં આવી ગયું છે. જેના કારણે કેન્દ્રમાં આવતાં ભુલકાઓ પર ભ્રષ્ટાચારરુપી મોત જળુખી રહ્યું છે.
આ અંગે ગામનાં જાગૃત યુવાન દ્વારા જણાવાયું કે, ધારી તાલુકાનાં ડાંગાવદર ગામમાં માત્ર બે જ વર્ષ અગાઉ લાખો રૂપિયાનાં ખર્ચે આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેની હાલત હાલમાં અતિ જર્જરીત થવા પામી છે. જેના કારણે કેન્દ્રમાં આવતા બાળકો પર ભારે જોખમ તળાય રહ્યું છે.
આંગણવાડી કેન્દ્રમાં સ્લેબમાંથી પોપડા અવાર-નવાર પડવા હોવા છતાં ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવી રહ્યા છે. જો કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ર્ન ગામમાં ચર્ચાઈ રહ્યો છે. (તસ્વીર: મિલન જોષી)