વિસાવદર ક્ધયા શાળામાં સામાજિક ન્યાય દિવસની ઉજવણી


વિસાવદર: તાજેતરમાં પેસેન્ટર ક્ધયાશાળા વિસાવદર ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની 127 મી જન્મ જયંતિ અંતર્ગત સામાજીક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં શાળા ની ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીની બાળાઓ એ શાળાદ્વાર આયોજીત વકતૃત્વ, ચિત્ર તેમજ નિબંધ લેખન સ્પર્ધા માં ભાગ લીધેલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.કે.ઢોલા તેમજ શાળાનો આચાર્ય રમણિકભાઈ.એન.ગોહેલ દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપેલ, સ્પર્ધામાં ભાગલેનાર તમામ બાળાઓને પુરસ્કૃત કરવામાં આવેલ. તેમજ તમામ બાળાઓ નો ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું છે. (તસ્વીર: ઉમેશ ગેડિયા)