ખાંભા તાલુકા પંચાયતનાં નવા બિલ્ડિંગમાં સુવિધાનો અભાવ

અમરેલી તા.17
લોકાર્પણની લ્હાયમાં તાલુકા પંચાયતના લોકાર્પણ થયાને ત્રણ માસ વીતી જવા છતાં કોઈ સુવિધા કરવામાં આવી નથી. રાજકીય હુંસા-તુંસીમાં લાઈટ, ફર્નિચર, બિલ્ડીંગનું નામ, પીવાના પાણીની સુવિધા વગરના તાલુકા પંચાયતના બિલ્ડીંગનું કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્ય જે.વી. કાકડીયા તથા અમરીશભાઈ ડેરના વરદ હસ્તે તાલુકા પંચાયતના બિલ્ડીંગનું લોકાર્પણ કરાયાને ત્રણ માસ વીતી જવા છતાં ફર્નિચર સહિતની સુવિધાના અભાવે તાલુકા પંચાયત સેવાસદન ખાલી ઉભુ હોવાથી અને ચોકીદાર કે સ્ટાફ વગરના તાલુકા પંચાયતના બિલ્ડીંગમાં કૂતરા દિવસ દરમિયાન અને નિશાચરો રાત્રીના સમયે ઉપયોગ કરી રહયા છે. (તસ્વીર: મિલન જોષી)