વેરાવળમાં યુવાન પર બે શખ્સોનો હુમલો


વેરાવળ, તા. 17
વેરાવળમાં રેલવેના પાટા પાસે આવેલ મંગલમ સોસાયટી પાસે રહેતા દેવીપુજક સુરેશ મનજી સોલંકી ઉ.વ.36 અને અગાઉનો કેસ ચાલુ હોય તેના મનદુ:ખના કારણે મચ્છી માર્કેટ પાસે પુના બાબુ તથા શંકા બુધાએ તું અહીં શું કામ આવ્યો છે? તેમ કહી લોખંડનો પાઈપ મારી દીધાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા વધુ તપાસ એએસઆઈ જે.આર.વાજાએ હાથ ધરેલ છે.