સાવરકુંડલા ખાતે રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન


સાવરકુંડલાની કે.કે હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ હિન્દુસ્તાન કપનું શાનદાર ઉદ્ધાટન પૂ.ભક્તિરામ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને રાજકીય મહાનુભાવોની વિશેષ હાજરી વચ્ચે ક્રિકેટના ઉદ્ધાટનનો રોમાંચ બેટ બોલથી લઈને દર્શકોને ખુશખુશાલ કરી દીધા હતાસાવરકુંડલા ખાતે રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે ઉદ્ધાટનના પ્રથમ દિવસે માનવ મંદિરના પૂ. ભક્તિરામ બાપુએ બેટથી ચોકકા છક્કાની રમઝટ બોલાવીને શોભારંભ કરવામાં આવ્યો હતો. ચંદ્રેશભાઈ રવાણીએ ગુગલી બોલ ફેંકીને બેટિંગમાં બીટ કર્યા હતા તો હૃદયના સ્પેશિયાલિસ્ટ ડો.વ્હોરાએ બેટથી અમુક બોલરોના ઓપરેશનો કરીને ચોક્કો ફટકારતા રમતવીરો ખુશ થઈ ગયા હતા
(તસ્વીર: મિલન રૂપારેલ)