દેરડી કુંભાજીની વિદ્યાર્થિનીએ ઈજનેરીમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા

કોલેજ અને યુનિવર્સિટી દ્વારા સન્માન કરાયું દેરડીકુંભાજી, તા. 17
દેરડી કુંભાજીની ઘેટિયા ક્રિષ્નાએ એન્જીનીયરીંગમાં બે ગોલ્ડ મેડલ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. દેરડીકુંભાજીના વતની અને હાલ સુરતમાં રહેતા ઘેટીયા કિરીટભાઈ પ્રાગજીભરાઈની પુત્રી ક્રિષ્નાએ દેરડી કુંભાજી જેવા નાનકડાં ગામમાંથી માધ્યમિક સુધી શિક્ષણ મેળવી મોરબી ખાતે લખધીરજી એન્જી. રિંગ કોલેજમાં ઈન્ડસ્ટ્રીયલ એન્જી.માં પ્રવેશ મેળવી પ્રથમ વર્ષથી લઈને ફાઈનલ વર્ષ (આઠે આઠ મેસેસ્ટર) સુધી કોલેજમાં પ્રથમ ફાઈનલ પરીક્ષામાં યુનિવર્સિટીમાં મેળવેલો છે. તેમજ લખધીરજી એન્જી. કોલેજ તરફથી કોલેજ પ્રથમ આવતા ગોલ્ડ મેડલથી સન્માનીત કરવામાં આવેલ છે. આ સિદ્ધિ બદલ ક્રિષ્નાને તથા ભૂતપૂર્વ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા છે.