વિસાવદર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેનનું વધુ એક કૌભાંડ

માર્કેટિંગ યાર્ડમાં લાઇસન્સ મેળવનારને સેલટેક્સ વિભાગની નોટિસો... યાર્ડમાંથી ઈસ્યૂ થનારા લાઇસન્સની તપાસનો ધમધમાટ વિસાવદર, તા. 17
વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં સવા કરોડનું મગફળી કૌભાંડ આચરનારા યાર્ડના પૂર્વ ચેરમેનના સમય કાળ દરમ્યાન અને તે અગાઉના સમયમાં જે લોકો વેપાર નથી કરતા તેવા લોકોના નામે લાયસન્સ ઈસ્યુ કરવામાં આવેલા અને વાસ્તવિક રીતે આવા લોકો યાર્ડનું લાયસન્સ ખોટી ઈસ્યુ થવા છતા જે પ્રકારનું લાયસન્સ હતુ તેવા પ્રકારનો કોઈ ધંધો રોજગાર કરતા ન હતા અને ખેડુતોના નામે પર ખોટા લાયસન્સ ઉભા કરવામાં આવેલા આ બાબતે જે તે સમયે ફરીયાદો પર થયેલ પરંતુ રાજકીય રીતે તેને દબાવી દેવામાં આવેલ.
પરંતુ સરકાર દ્વારા જીએસટી અમલમાં આવતા રાજય વેરા કચેરી ઘટક 84-1 જુનાગઢના અધિકારી દ્વારા આવા લાયસન્સ ધારકોને 2013-14 તથા 2014-16 ના તમામ હિસાબી સાહિત્ય ખરીદ વેચાણની વિગતો તથા બજાર સમિતિમાં ભરેલ રોષની વિગતો સાથે ચકાસણી અર્થે તા.30-4 ના રોજ 11 કલાકે હાજર રહેવા નોટીસ ફટકારતા ખળભળાટ મચી ગયેલ છે. અને અધિકારી દ્વારા આજદિન સુધીમાં ઈસ્યુ થયેલા લાયસન્સ અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે અને તપાસનો ધમધમાટ ચાલુ થતા રાજકીય દબાણ નહી આવે તો મોટા કડાકા ભડાકા સાથે વધુ એક કૌભાંડ બહાર આવવાની શકયતા છે હાલ તો માર્કેટીંગ યાર્ડમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.