સૌરાષ્ટ્રના સંક્ષિત સમાચાર

શિકરા અકસ્માતમાં મૃતકોના પરિવારને 5000 ની સહાય
ભાવનગર: ભચાઉ નજીકના શિકરામાં થયેલા અકસ્માતમાં મૃતકોના પરિવારને મોરારીબાપુ દ્વારા રૂા.પાંચ હજારની સહાયતા કરાઈ છે. કચ્છ જિલ્લાના ભચાઉ નજીકના શિકરા ગામે બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 વ્યકિતઓના મૃત્યુ થયા હતાં. ચિત્રકચુટધામ-તલગાજરડા તરફથી હનુમાનજીની પ્રસાદી સ્વરૂપે આ મૃતકોના પરિવારજનોને સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકને રૂપીયા પાંચ હજારની સહાય મોરારીબાપુએ મોકલાવેલ છે. ભુજ સ્થિત ઘનશ્યામભાઈ જોશી દ્વારા આ રકમ મૃતકોના પરિવારજનોને પહોંચાડવામાં આવેલ છે. મૃતકો માટે પૂ.મોરારીબાપુએ સંવેદના વ્યકત કરી પ્રભુ પ્રાર્થના કરી છે તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.
લીંબડી નજીક ચાલુ ટ્રકે 41 બોરી પ્લાસ્ટિકના દાણાની ચોરી
વઢવાણ: લીંબડી હાઈવે ઉપર ટ્રકમાંથી પ્લાસ્ટીકના દાણા ભરેલી 41 બોરીની ઉઠાંતરી થયાની ફરીયાદ નોંધાઈ છે. દ્વારકાના જામખંભાળીયાના સીમોરના કાનાભાઈ વાટીયા ટ્રકમાં 1000 નંગ પ્લાસ્ટીકના દાણા ભરેલી બોરીઓ જામનગરની રીલાયન્સમાંથી ભરીને ઓરીસ્સાના રીલાયન્સ ખાતે કંપનીમાં ખાલી કરવા માટે જામનગરથી નીકળ્યા હતાં. જયારે લીંબડી નેશનલ હાઈવે સર્કલની હોટલમાં ચા-પાણી કરી કલીનર સાથે ઓરીસ્સા જવા નીકળ્યા ત્યારે લીંબડીના ટોકરાળા ગામના પાટીયા સુધીમાં કોઈ શખ્સએ ચાલુ ટ્રક ચડી જઈ તાડપત્રી કાપીને 41 બોરી પ્લાસ્ટીકના દાણા કિંમત રૂા.1 લાખની કિંમતની ઉઠાંતરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે કાનાભાઈ ડ્રાઈવરે પાછળથી આવતા વાહન ચાલકે જાણકારી આપતા આ બનાવની ફરિયાદ પાણશીણા પોલીસ સ્ટેશનમાં કરતા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, હસુભાઈ, રઘુભાઈ રબારી સહિતના દોડી જઈ તપાસ હાથ ધરેલ. આ 41 બોરીની કિંમત રૂા.1,03,533 ની ફરીયાદ કરેલ છે.
મેંદરડામાં ર8મીએ વિશેષ મેડિકલ કેમ્પ યોજાશે
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવનાર 28 એપ્રિલને શનિવારે સવારે 9-00 કલાકે જનરલ હોસ્પીટલ જૂનાગઢ અને જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ દ્વારા વિવિધ રોગોનાં નિષ્ણાંતો દ્વારા સુયોગ્ય સવિધા પ્રાપ્ત થાય તે રીતે ઓ.પી.ડીની સેવાઓ આપશે. જેમાં જનરલ સર્જન ડો. પ્રદિપ માલવીયા, ફીજીશીયન ડો.વ્યોમ મોરી, ચર્મરોગ નિષ્ણાંત ડો. જયદિપ ટાંક સહિત તજજ્ઞો ઉપસ્થિત રહેનાર હોય મેંદરડા અને આસપાસનાં ગામોનાં સારવારની આવશ્યકતા ધરાવતા દર્દીઓએ લાભ જણાવાયું છે. ર1મી દિવ્યાંગો માટે કેમ્પ: જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવનાર 21 એપ્રિલને શનિવારે જનરલ હોસ્પીટલ જૂનાગઢ અને જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ દ્વારા વિકલાંગોને સર્ટીફીકેટ આપવાના કેમ્પલનું આયોજન સવારના 9.00 થી 13.00 કલાકે કરવામાં આવેલ છે. આ કેમ્પપમાં વિકલાંગ વ્યાકિતએ સર્ટીફીકેટ મેળવવા માટે પાસપોર્ટ સાઇઝના બે ફોટા તથા અસલ રેશનકાર્ડ સાથે હાજર રહેવું. તેમજ અપંગ ઓળખકાર્ડ મેળવવા માટે સ્ટે મ્પો સાઇઝના બે રંગીન ફોટા, પોસ્ટરકાર્ડ સાઇઝનો રંગીન ફોટો, જન્મ તારીખના આધારની ખરી નકલ, આવકનો દાખલો શહેરી વિસ્તા,ર માટે મામલતદારનો ગ્રામ્ય વિસ્તાપર માટે તાલુકા વિકાસ અધિકારીનો, લોહીના ગૃપની ખરી નકલ, રેશનકાર્ડની ખરી નકલ અને શૈક્ષણીક લાયકાત અંગેના જે આધાર હોય તેની ખરી નકલ સાથે નિયત સ્થળે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
ટંકારામાં પેટ્રોલ પંપના કર્મચારી ઉપર હુમલો
ટંકારા: ટંકારા મોરબી હાઇવે રોડ ઉપર આવેલ સીલાર પેટ્રોલ પંપ ઉપર લુંટની કોશીષ થયેલ છે. ફરીયાદી સલીમ આમદભાઇ સંધી, (ઉ.વ.32) રહેવાસી એ. ટંકારા પોલીસમાં લુંટના કોશીષ અંગેના ફરીયાદ નોંધાવેલ છે. વિગતમાં ફરીયાદી સલીમ આમદ સોઢા તા. 14-4-18 ના સાંજના 7.30 આસપાસ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ-ડીઝલ ભરવાનું કામ કરતો હતો. ત્યારે આરોપી નટુભાઇ મનજી મકવાણા સોહીલ નટુભાઇ મકવાણા તથા ધ્રુવ નટુભાઇ મકવાણા મોટર સાયકલ ઉપર આવેલ અને ફરીયાદી પાસેથી વેચાણના રૂપિયાની માંગણી કરેલ જે નહી આપી નટુભાઇ મકવાણા એ મારી નાખવાના ઇરાદે ફરીયાદ સલીમભાઇને ધારીયું માથામાં માર્યુ હતું.અનવર મામદ કુરેશી વચ્ચે પડી છોડાવવા જતા સોહીલ નટુભાઇ એ અનવરભાઇના માથામાં લોખંડના પાઇપ મારેલ અને મારી નાખવાની ધમકી આપેલ હતી. ફરીયાદી તથા સાહેબ ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડાયેલ છે. માથામાં આઠ ટાંકા આવ્યાનું જાણવા મળેલ છે.
જસદણના નગરપાલિકાના ચીફ ઓફિસરને કરાયા ફરજ મુક્ત
જસદણ: જસદણ નગરપાલિકામાં ચીફ ઓફીસર તરીકે કરાર આધારિત નિમણુંક પામેલા નિવૃત મામલતદાર જી.જી.સંતોકીને તાત્કાલીક અસરથી ફરજમુકત કરવા રાજકોટ કલેકટરે હુકમ કર્યો છે. જસદણ નગરપાલિકામાં ચીફઓફીસર તરીકે છેલ્લા નવ માસથી નિવૃત મામલતદાર જી.જી.સંતોકી કરાર આધારિત ફરજ બજાવતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જસદણ નગરપાલીકામાં અનેક ગેરરીતીની ઉચ્ચકક્ષાએ રજુઆતો થઇ હતી. રાજકોટ કલેકટરે કરેલા હુકમમાં જણાવ્યા મુજબ પ્રા:ત અધિકારી જસદણના તપાસ અહેવાલ સહિતની તપાસ સંદર્ભે ચીફ ઓફિસર જી.જી. સંતોકીની જસદણ નગરપાલીકા કચેરીમાં અનિયમીતતા અને ફરજમાં બેદરકારી કરાર આધારિત નિમણુંકની શરત નં.21 મુજબ કરારનો અંત લાવીને તા.16-4-18 થી ફરજ મુકત કરવામાં આવ્યા છે. અન્ય નિમણુંક ન થાય ત્યાં સુધી જસદણ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર વી.એલ.ધાનાણીને ચીફ ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવાનું હુકમમાં જણાવવામાં આવ્યુ હોવાથી શ્રી સંતોકીએ ચાર્જ છોડી દીધો હતો અને નાયબ મામલતદાર વી.એલ.ધાનાણીએ ચીફ ઓફિસરનો ચાર્જ સંભાઇયો હતો. ચીફ ઓફિસર સંતોકીને ફરજ મુકતના પ્રકરણમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રોડના કામો કરનાર એજન્સીઓને રકમ ચુકવવાની ઉચ્ચકક્ષાએ મનાઇ કરી હોવા છતા ચોકકસ કારણોસર મોટી રકમની ચુકવણી વિવિધ એજન્સીઓને કરવામં આવી હતી.
વાંકાનેર ઢુવા પાસે હોટેલમાંથી સેક્સ રેકેટ પકડાયું : ચાર ઝબ્બે
મોરબી : વાંકાનેર નજીક આવેલ ઢુંવા ગામે હોટલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે છાપો મારી મુંબઈની લલના સહિત ચાર વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. વાંકાનેરના ઢુંવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શોખીનોને સુવિધા પૂરી પાડવા અહીં આવેલી એ.કે.હોટલમાં દેહ વ્યાપારના ગોરખધંધા ચાલતા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા વાંકાનેર પોલીસે એ.કે.હોટલમાં દરોડો પાડી સેક્સ રેકેટ ઝડપી લીધું હતું.આ દરોડામાં વાંકાનેર પોલીસે મુંબઈની સુમન નામની લલના, ઉપરાંત દેહ વ્યાપારના સોદા કરાવનાર દિનેશ પૂંજાજી, ચેતનસિંહ ઉર્ફે રવિ ભારતસિંહ (ઉ. 24 રે. અમદાવાદ) તેમજ અંકુર ઉર્ફે રોહિત (રે. અમદાવાદ) નામના ત્રણેય દલાલ વિરુદ્ધ સેક્સ રેકેટ મામલે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં સ્કીમ નામે ઠગાઈ કરનારાની ધરપકડ
વઢવાણ: જય ખોડીયાર મિત્ર મંડળ ઓટો ક્ધસલ્ટનસી પ્રા.લી.ના નામે રૂા.1000 લેખે 40 હજાર ભરી મોટર સાયકલ આપવાની સ્કીમના નામે ઠગાઈ કરનારા કંપનીના એમ.ડી.ની ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હપ્તેથી બાઈક આપવા માટે ‘જય ખોડીયાર મિત્ર મંડળ ઓટો ક્ધસલ્ટન્સી પ્રા.લી. નામે ગેરકાયદેસર રીતે ઈનામો ડોના સામે સ્કીમ બહાર પાડી હતી એમાં એક ટીકીટના માસીક રૂા.1000 ના 40 હપ્તા ભરો અને મોટર સાયકલ લઈ જાવ આવી સ્કીમ બનાવવાની જાહેરાત થઈ હતી. તેમાં ટીકીટ લેનાર સાથે છેતરપીડી થયાની ફરીયાદ ટીકીટ લેનારાઓએ બી. ડીવી. પોલીસ મથકમાં કરતા સૌરાષ્ટ્ર ઝોનના એમ.ડી.અને કુંતરપુર તાલુકો મુળીમાં રહેતા વાઘાભાઈને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કરેલ છે.
વેરાવળમાં લાંચ કેસમાં 26 વર્ષે નિર્દોષ છૂટ્યા
વેરાવળ : વેરાવળ શહેરમાં સરકારી જમીન પચાવી પાડવા લાંચ લીઘાના આરોપસર આજથી 26 વર્ષ પહેલા પોલીસમાં સરકારી કર્મચારીઓ સામે ગુન્હો નોંઘાયેલ હતો. આ કેસ વેરાવળની એડી. ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા સરકારી કર્મચારીઓને શંકાનો લાભ આપી નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ થયેલ હતો. આ કેસની માહીતી આપતા એડવોકેટ ડી.એસ.ગંભીર એ જણાવેલ કે, આજથી 26 વર્ષ પહેલા વેરાવળમાં સરકારી જમીન એ.19-27 ગુઠા પચાવી પાડવા માટે નાયબ મામલતદાર વિનોદરાય રતિલાલ ઘોળકીયા તથા ગણપતરાય મણીશંકર જોશી અને રેકર્ડ શાખામાં નકશા બનાવવાનું કામ કરનાર રતિલાલ નાથાભાઇ ચીકાણી સહીતના આરોપીઓ સામે પોલીસમાં ગુન્હો નોંઘાયેલ જેમાં સરકારી કર્મચારીઓ સામે લાંચ રૂસવત અઘિનિયમની કલમ 13 (1) સી.ડી. 15 મુજબનો ગુન્હો નોંઘાયેલ હતો. ઉપરોકત કેસ ગીર-સોમનાથ એડી. ડીસ્ટ્રીકટ જજ શ્રી બી.એસ.પરમાર ની કોર્ટમાં ચાલેલ જેમાં આરોપીઓ તરફે એડવોકેટ ડી.એસ.ગંભીર રોકાયેલ અને ફરીયાદી પક્ષ દ્વારા રજૂ થયેલ મૌખીક તથા લેખીત દસ્તાવેજી પુરાવાઓનું ખંડન કરી એડવોકેટ ગંભીર એ દલીલો કરેલ તેના આઘારે આ કેસમાં ઉપરોકત આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ થતા 26 વર્ષ જેટલા લાંબા સમય બાદ ન્યાય મળેલ હોવાનું એડવોકેટ ડી.એસ.ગંભીર ની એક યાદીમાં જણાવેલ છે.