વેરાવળના માર્ગો પર ટ્રાફિક જામ


વેરાવળ શહેરમાં ટ્રાફીક સમસ્યા એટલી હદે ત્રાયદાયક બની ગઇ હોવા છતાં જવાબદાર તંત્રના અઘિકારીઓના પેટનું પાણી હલતું નથી. ઉલ્ટાનું કાગળ પર શહેરની ટ્રાફીક સમસ્યા ઉકેલી નાંખી હોય તેમ હાથ ઘરીને બેઠા રહેતા હોય તેવું જોવા મળે છે. વેરાવળશહેરના મુખ્ય માર્ગો પર દિવસભર ઠેર-ઠેર ટ્રાફીક જામના ર્દશ્યો જોવા મળે છે ત્યારે આ તસ્વીર વેરાવળ શહેરની મોટી શાકમાર્કેટ ચોકમાં સર્જાયેલ ટ્રાફીક જામની છે. આ જામ થયો ત્યારે ત્યાં પોઇન્ટ પર ટ્રાફીક પોલીસ હાજર ન હોય અને આવી જ સ્થિતિ શહેરના તમામ માર્ગો કે જયાં ટ્રાફીક જામ થાય છે ત્યાં ટ્રાફીક પોલીસની હાજરી કરતા ગેરહાજરી જ જોવા મળે છે ત્યારે આ બાબતે શહેરમાં બેસતા ઉચ્ચ અઘિકારીઓએ નોંઘ લઇ કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠેલ છે. (તસ્વીર- રાજેશ ઠકરાર વેરાવળ)