જાની વડલાના યુવાને રાજકોટમાં ઝેરી દવા પી કરેલો આપઘાત

કામ ધંધો ન મળતા કૌટુંબિક ભાઇના ઘરે ભરેલું પગલું
રાજકોટ તા,17
ચોટીલાના જાની વડલાના યુવાને રાજકોટમાં કૌટુંબીક ભાઇના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતા. કામ ધંધો ન મળતા તેને આ પગલુ ભરી લીધાનું જાણવા
મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ ચોટીલાના જાની વડલા ગામે રહેતા મયુર વિશુભાઇ સોનારા (ઉ.વ.20) નામના યુવાને ગત તા.12/4ના રોજ રાજકોટમાં જામનગર રોડ પર સંજયનગરમાં તેના કૌટુંબીક ભાઇના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો. જેનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજયું છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન અપરિણીત હતો. માતાપિતાએ કામ બાબતે ઠપકો આવતા તે રાજકોટ કૌટુંબીક ભાઇના ઘરે આવ્યો હતો. પરંતુ કામ ધંધો ન મળતા આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.