રેસકોર્ષનો રજવાડી લૂક...

રાજકોટ શહેરના સૌથી લોકપ્રિય સ્થળ રેસકોર્ષ સંકુલનું મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ થઇ રહ્યું છે. રાત્રે મોડે સુધી રેસકોર્સની પાળીએ બેસી શહેરીજનો ગપાટા મારવા સાથે ખાણીપીણીની મોજ માણતા હોય છે. ત્યારે મહાનગર પાલિકાએ રેસકોર્સની પાળીને વધુ આકર્ષક બનાવવા રાજસ્થાની પથ્થર ઉપર રજવાડી જાળી ફીટ કરવાનું કામ શરૂ કર્યું છે. ધીમી પણ મક્કમ ગતિએ કામ આગળ વધી રહ્યું છે.
(પ્રવિણ સેદાણી)