‘જિયો’ની ફરિયાદ બાદ એરટેલે IPL જાહેરાતમાં ફેરફાર કર્યો!

નવીદિલ્હી તા.17
ટેલિકોમ કંપની એરટેલે ગત શુક્રવારે દિલ્હી હાઈકોર્ટને
વિશ્ર્વાસ અપાવ્યો હતો કે આઈપીએલ કવરેજને લઇને નવી જાહેરાત કેમ્પેઈનમાં જરૂરી બદલાવ કરશે. રિલાયન્સ જિઓની ફરીયાદના કારણે એરટેલને જાહેરાતમાં બદલાવ કરવાની જરૂર પડી છે.
ઉલ્લેખનીય છે કે જિઓએ એરટેલ પર કસ્ટમરને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો હતો. આઈપીએલ દરમિયાન એરટેલે જાહેરાતમાં લાઈવ અને મુકત કહેવામાં આવે છે જેના ઉપર જિઓએ આપતિ જતાવી હતી. હવે એરટેલે કોર્ટમાં જણાવ્યું હતું કે જાહેરાતમાં યોગ્ય ફેરફાર કરીને સમજાવવામાં આવશે કે તેમાં માત્ર હોટસ્ટાર પ્લેટફોર પરથી વીડીયો સ્ટ્રીમીંગની ગ્રાહકી મફત હશે. જોકે ડેટા માટે ગ્રાહકના પ્લાન અનુસાર વળતળ ચુકવવાનું રહેશે. રીલાયન્સ જિઓની એક અરજીની સુનાવણી દરમીયાન એરટેલે જસ્ટીસ્ટ યોગેશ ખન્ના સામે આઈપીએલ જાહેરાતોમાં ફેરફાર કરવાનો સ્વીકાર કર્યો હતો. જિઓએ એરટેલની સંબંધિત જાહેરાતને ભ્રામક કહી હતી. જિઓના વકીલે અદાલતમાં દાવો કર્યો હતો એરટેલનું ટી 20 કવરેજનું લાઈવ અને મફત પહોંચનો દાવો કરનાર જાહેરાત ભ્રામક છે.