કેશોદમાં આવતીકાલે ઉજવાશે ભગવાન પરશુરામની જયંતી

(પ્રકાશ દવે) કેશોદ તા,17 : કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતી પ્રસંગે વિશાળ શોભાયાત્રા નિકળશે. આ શોભાયાત્રામાં ભગવાન પરશુરામનો શણગારવામાં આવેલા રથ સાથે અનેક વાહનો અને પરશુરામના ફલોટસ સાથે વિશાળ સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ભવ્ય શોભાયાત્રા તા.18/4 ને બુધવારના રોજ નિકળશે. તેમાં ભાઇઓ દ્વારા તલવાર બાજી તેમજ બહેનો દ્વારા રાસની રમઝટ અને ડી.જે.ના  તાલ વાજતે-ગાજતે આ શોભાયાત્રા શહેર વિવિધ માર્ગો ફરી સાંજના 7 વાગ્યે પુરોહિત બોર્ડીંગ ખાતે વિસર્જન કરશે તેમ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખે એક અખબારી યાદીમાં જણાવેલ છે.