વેરાવળ કુટુંબ સલાહ કેન્દ્રમાં છ મહિનામાં 101 કેસ મળ્યા

વેરાવળ તા.16
વેરાવળ છેલ્લા દ્યણા વર્ષો થી કાર્યરત કુટુંબ સલાહ કેન્દ્ર માં છેલ્લા છ માસ દરમ્યાન 101 જેટલા કેસો નોંઘાયેલ જેમાંના 46 કેસોનો નિકાલ કરવામાં આવેલ અને આ કેસોમાં 24 જેટલા પતિ-પત્ની વચ્ચેના અણબનાવના કેસો નોંઘાયેલ હતા.
કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજય સમાજ કલ્યાણ બોર્ડ અમદાવાદ ની સહાય થી વેરાવળ શહેરમાં જૂનાગઢ જીલ્લા મહિલા મંડળ સંચાલિત કુટુંબ સલાહ કેન્દ્ર છેલ્લા દ્યણા વર્ષો થી કાર્યરત છે જેમાં સાસરીયાનો ત્રાસ, અન્યની દખલગીરી, દારૂનું વ્યસન, આર્થિક સંકડામણ, અનૈતિક સંબંઘો, દહેજ તેમજ દ્યરેલું હિંસાના પ્રશ્નો અંગે સમાઘાનકારી પગલા લેવામાં આવી રહેલ છે. આ અંગે જીલ્લા મહિલા મંડળના પ્રમુખ જાહન્વીબેન ઉપાઘ્યાય એ જણાવેલ કે, વર્ષ 2017-18 માં છેલ્લા છ માસમાં 101 જેટલા કેસો નોંઘાયેલ જેમાં 46 કેસોનો નિકાલ કરાયેલ હતો.
આ કેસોમાં પતિ-પત્ની વચ્ચેના અણબનાવના 24 કેસોમાં સમાઘાન થયેલ જયારે 10 કેસોમાં પક્ષકારને કોર્ટમાં જવાની સલાહ આપવામાં આવેલ હતી અને ગંભીર પ્રકારના 5 કેસોમાં છુટાછેડા થયેલ અને 1 કેસ બહાર ગામ ચાલતા કુટુંબ સલાહ કેન્દ્રમાં મોકલી આપેલ તથા 4 કેસો પોલીસ મદદ માટે વેરાવળ સીટી પોલીસમાં મોકલાવેલ જયારે હાલ 55 જેટલા કેસો પેન્ડીંગ હોવાનું જણાવેલ છે.
વેરાવળમાં કાર્યરત કુટુંબ સલાહ કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે હરસુખભાઇ બગીયા તથા ભારતીબેન મારૂ અને સબ કમીટીના સભ્યોમાં એડવોકેટ સુરેશભાઇ બારોટ, હમીરભાઇ વાળા, મહમદભાઇ સોરઠીયા, રાજેશભાઇ ઠકરાર, સરોજબેન દવે, ચેતનાબેન સંદ્યવી, રેખાબેન ગણાત્રાના સહકારથી સમાઘાન થતા પરીવારોનું જીવન સુખમય બનેલ ત્યારે કોઇ પરીવારમાં આવા પ્રશ્રનો હોય તેઓએ વેરાવળમાં ડો.આર.જે.તન્ના માર્ગ, કસ્તુરબા મહિલા મંડળમાં કુટુંબ સલાહ કેન્દ્ર (02876 242579) નો સંપર્ક કરવા પ્રમુખ જાહન્વીબેન ઉપાઘ્યાય એ એક યાદીમાં જણાવેલ છે.