સુલતાનપુરની ખનીજચોરીમાં વધુ પાંચ શખ્સોની શોધખોળ

પકડાયેલા 16 શખ્સોની કડક પૂછપરછ હાથ ધરાઈ
ગોંડલ તા. 17
તાલુકાના સુલતાનપુર અને ધૂળસીયા ગામ પાસે ભાદર નદીને કાંઠે રેતીચોરી કરતા શકશો ઉપર પ્રોબેશનલ એએસપી અધિકારીએ દરોડો પાડી રૂ. 25 લાખનો મુદ્દામાલ અને 13 શખ્સોને ઝડપી ખનીજચોરોમાં ફફડાટ ફેલાવી દીધો હતો અને આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પોલીસ મથકના પ્રોબેશનલ એએસપી અમિતકુમાર વસાવાએ ગતરોજ સુલતાનપુર અને ધૂળસીયા પાસે ભાદર ડેમ કાંઠે ખનિજચોરો પર દરોડો પાડી ષભબ, ટ્રેક્ટર તેમજ હુડકું સહિતના સાધનો મળી રૂપિયા 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ ખનીજ ચોરીમાં સંડોવાયેલા કુંજનસિંગ રામદુલારેસિંગ ઠાકોર રાજપુત રહે ઉત્તર પ્રદેશ, શૈલેષ પુનાભાઈ પાટડીયા કોળી રહે ઘંટીયાણ તાલૂકો વિશાવદર, મુકેશભાઈ ભીખુભાઇ સોલંકી રહે લંબાપર તાલુકો ધારી, ધનજી નરસિંહભાઇ પરમાર કોળી રહે દાદર ગીર તાલૂકો વિશાવદર, કિરીટ જેન્તીભાઈ ગજેરા પટેલ રહે સનાડી તાલુકો કુકાવાવ, હરી દેવાભાઈ સોલંકી દલિત ધૂળસીયા તાલુકો ગોંડલ, રાજદીપ બહાદુરભાઇ મકવાણા આહીર સુલતાનપુર તાલુકો ગોંડલ, મહેશ રાવતભાઈ કલાડિયા કોળી રહે ઘંટીયાણ તાલૂકો વિશાવદર, પ્રતાપ જગુભાઈ જાદવ આહીર રાંદલ ના દળવા તાલુકો વડિયા, શંકર જોરાવરભાઈ ભુરીયા આદિવાસી રહે પીપલિયાળા તાલુકો જામવા, મનીષ દિનુભાઇ મોવલિયા કોળી રહે શાળંગપુર તાલુકો વડિયા, હાર્દિક પરસોત્તમભાઈ ગોંડલીયા પટેલ રહે સુલતાન પુર તાલુકો ગોંડલ તેમજ વિપુલ બચુભાઈ કોળી રહે ઘંટીયાણ તાલુકો વિસાવદર ની અટક કરી આઇ.પી.સી.કલમ 379,114, માઇનર એન્ડ મિન્ડ રુલ અધિનિયમ ગવર્નર્સ એકટ 1957 મુજબ તેમજ એમ.એચ પબ્લિક પ્રોપર્ટી 1 (4 ), 11 (1), 3(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ પ્રોબેશનલ એ.એસ.પી એમ.આર સિંધવે હાથ ધરી છે.
ઉપરોક્ત આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ખનીજચોરી કાંડમાં હજુ પાંચ આરોપીઓને પકડવાના બાકી છે તેમજ આ પ્રકરણમાં 20 જેટલા આરોપીઓ સંડોવાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.