ભરઉનાળે ભાણવડમાં રોડ બેસી ગયો!

ઉપરોકત તસ્વીર ભાણવડના બસ સ્ટેન્ડ રોડની છે જયાં ભૂગર્ભ ગટર (કહેવાતા વિકાસના કામ સંદર્ભે)ના ખોદાણ બાદ રોડનું ડામર પાથરીને રીનોવેશન કામ કરવામાં આવ્યુ હતું.. તસ્વીર જોતા જ ખ્યાલ આવી જાય કે, કરવામાં આવેલા રીનોવેશન કામની ગુણવતા કેટલી તકલાદી છે.. ચોમાસામાં તો રોડ રસ્તાઓ બેસી કે તુટી જાય એ સમજયા પરંતુ અહીં તો ભર ઉનાળે એક મધ્યમ કદના માલવાહક વાહનના બોજથી રોડ બેસી ગયો..? મેગા સીટીમાં ભારે વાહનોનો શહેરમાં પ્રવેશ નિષેધ હોય છે તેવો જ પ્રવેશ નિષેધ ખોબા જેવડા ભાણવડમાં પણ હવે લાદી દેવાની જરૂર છે કારણ કે વાઈબ્રન્ટ ગુજરાતના ભાણવડ શહેરમાં વિકાસના કામો ચાલે છે ને..?? (તસવીર: હિતેન્દ્રસિંહ જાડેજા-ભાણવડ)