મહાનગરમાં હેલ્મેટ મુક્તિ હોવા છતાં અમદાવાદમાં ડ્રાઇવ: એલર્ટ, રાજકોટ!

વધુમાં વધુ કેસ કરવા ફરમાન: રાજકોટવાસીઓએ પણ ચેતવા જેવું! જેની કામગીરી બિનઅસરકારક જણાય એ પોલીસ અધિકારી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં
અમદાવાદ,તા.17
ટુવ્હિલર ચાલક માટે હેલ્મેટ ફરજીયાત બનાવતા હુકમમાં માઇકલોર્ટે મહાનગરો પૂરતી છૂટ આપેલી છે. તદનુસાર અમદાવાદ, રાજકોટ, વદોડરા, સુરત જવા શહેર વિસ્તારમાં મુકિત મળેલી હોવા છતાં અમદાવાદમાં ટ્રાફિકના જોઇન્ટ કમિશ્ર્નર ઓફ પોલીસે હેલ્મેટ નહીં પહેરનારાઓને દંડવાની સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરાવતાં આશ્ર્ચર્ય સાથે કચવાટ ફેલાયો છે. માત્ર હાઇ-વે પર હેલ્મેટ ફરજીયાત એ નિયમનો આ સાથે જાણે છેડ ઉડી ગયો છે!
જે.સી.પી. (ટ્રાફિક)ના રીડર પોલીસ ઇન્સ્પેકટર આ અંગે તમામ પોલીસ સ્ટેશનોને લેખિત સૂચના મોકલી હતી કે ઇન્સ્પેક્ટરોએ, સબ ઇન્સ્પેક્ટરોએ તેમના વિસ્તારમાં હેલ્મેટ તથા સીટ બેલ્ટ નહીં પહેરતા વાહનચાલકો વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ મહત્તમ કેસો કરવા અંગે 15 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન સ્પેશિશયલ ડ્રાઇવ હેઠળ વધુમાં વધુ કેસ કરવા હેલ્મેટ અને સીટબેલ્ટ નહીં પહેરનાર વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવી.
આ કામગીરીનું જેસીપી દ્વારા મૂલ્યાંકન કરાશે અને ડ્રાઇવ દરમિયાન સખત તથા અસરકારક કામગીરી કરવી. બિનઅસરકાર કામગીરી જણાયતો જે- તે અધિકારી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. એ.સી.પી. (ટ્રાફિક) આ ડ્રાઇવમાં જાતે હાજર રહી અસરકારક કામગીરી કરાવશે તથા ડીસીપી (ટ્રાફિક) તેનું સુપરવિઝન કરશે. ડ્રાઇવ દરમિયાન કરેલી કાર્યવાહીની વિગત રોજ મોર્નિંગ રિપોટ સાથે મોકલવાની રહેશે. મહાનગર તથા પાલિકા-નગરપંચાયત વિસ્તારમાં મુકિત છતાં આવેલી આ ઝુંબેશથી રાજકોટે પણ ચેતવા જેવું ખરૂં! રાજકોટમાં પણ આવી શકે છે સ્પેશિયલ ડ્રાઇવ...
રાજકોટમાં ઇ-મેમો પ્થા 15 એપ્રિલથી શરૂ થઇ તેમાં હેલ્મેટ વિનાના વાહનચાકલો સામે સીસીટીવી કેમેરા પિક્ચર કેપ્ચરિંગથી ઇ-ચલણ જનરેટ નથી કરાતા પરંતુ ટ્રાફિક પોલીસ આ માટે અમદાવાદના પગલે કદાચ ખાસ ઝુંબેશ લાવે તેવી શક્યતા નકારી શકાતી નથી. વિવિધ પોઇન્ટ પર ઉભા રહીને ટ્રાફિક જવાનો આવા કેસમાં મેન્યુઅલ રસિદો ફાડી દંડ કરી શકશે!