ટ્રક ચાલકોના જુથ વચ્ચે અથડામણમાં એકની લોથ ઢળી: ચારને ગંભીર ઈજા

ઓવરટેઈક કરવા જેવી સામાન્ય બાબતમાં ભાવનગરમાં ખેલાયુ ધિંગાણુ ભાવનગર, તા. 17
ભાવનગર શહેરમાં ટ્રક ચાલકો વચ્ચે મારામારી થતા એકનું ખુન થવા પામ્યુ છે જયારે અન્ય ચારને ઈજા થતા હોસ્પીટલ ખસેડાયેલ છે. ટ્રમક ઓવર ટેક કરવા જેવી બાબતે તકરાર થયા બાદ ઝઘડો ઉગ્ર બનતા બે જુથો સામસામે આવી ગયા હતાં.
બનાવની મળતી વિગતો મુજબ શહેરનાં નવાબંદર ઉલ્લાસ પાસે ટ્રક ઓવરટેક કરવા જેવી નાની વાતે ટ્રક ચાલકે વચ્ચે બોલાચાલી થયા બાદ બન્ને જુથો સામવામે આવી જતા કુહાડી, પાઈપ વડે મારામારી થઈ હતી જેમાં શહેરનાં રવાપરા રોડ પ્રભુદાસ તળાવ નજીક રહેતા રાયભાઈ જીતુભાઈ રાઠોડ ઉ.વ.30નું ગંભીર ઈજા થતા મોત નિપજયુ હતું જયારે અન્ય ચારને નાની-મોટી ઈજા થતા તમામને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયેલ છે આ બનાવની જાણ થતા જ સીટી ડીવાયએસપી મનીષ ઠાકર બી. ડીવી. પોલીસ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો તપાસ હાથ ધરી હતી બપોરનાં 12 વાગ્યે બનેલા આ બનાવ અંગે મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું બી. ડીવી. પોલીસ સ્ટેશનનાં ફરજ પરનાં પીએસઓએ જણાવ્યુ હતું.
દારૂ બિયરનો જથ્થો ઝડપાયો
ભાવનગર એલસીબી પોલીસના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન શહેરનાં આડોડીયાવાસમાં રહેતા જીગ્નેષ ઉર્ફે જોન્ટી તથા અજય ઉર્ફે કાળુ મોહનભાઈ અને રમેશ વિરસંગ રાઠોડ નામના ત્રણ શખ્સોએ આડોયાવાસમાં આવેલ જાહેર શૌચાલયમાં સંતાડેલા રૂા.60 હજારની કિંમતનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. અને નાસી છુટેલા ત્રણેય શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. ભાવનગરમાં ઓવર ટેઈક કરવા બાબતે થયેલ મારામારીમાં એક યુવાનની હત્યા થઈ હતી અને ચારને ગંભીર ઈજા થતા હોસ્પીટલ ખસેડાયેલ છે.(વિપુલ હિરાણી)