કલ્યાણપુર ગોરાણામાં યુવકે કર્યો આપઘાત

ઓખામાં જુગાર રમતા સાત પકડાયા જામખંભાળીયા તા,17
અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા ગોરાણાના યુવાનનું મૃત્યુ થયું હતું. કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા રણમલભાઇ મુરુભાઇ મોઢવાડીયા નામના મેર યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્ટિલમાં ખસેડવામાં આવેલ. જયાં સારાવર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઇ કેશુભાઇ મુરુભાઇ મોઢવાડીયાએ કલ્યાણપુર પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઓખામાં જુગાર
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં સમ્રાટ દંગાની સામેના રોડ પર જાહેરમાં રમાતા જુગાર પર પોલીસ ત્રાટકી હતી.
આ સ્થળે ગંજીપતાવડે તિનપત્તી નામનો જુગાર રમતા કમલશે મેઘાભાઇ ચુડાસમા, જયદીપ જીણાભાઇ બામણીયા, મનોજ મણેશીભાઇ સોલંકી, કપીલ નગાભાઇ ચુડાસમા, જગા રાજાભાઇ ચુડાસમા, રાહુલ મેણશીભાઇ વંશ અને વિજય ભુપતભાઇ ચુડાસમા નામના સાત લવરમુછીયા શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા.6370/-નો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસે જુગારધારાની કલમ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.