જામનગર જિલ્લાની ક્રાઇમ ડાયરી

ઠેબા ગામમાં પુત્રીના વિયોગમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગર: જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા ખેતાભાઇ રામજીભાઇ વાઘેલા નામના 60 વર્ષના દલિત જ્ઞાતિના બુઝુર્ગે આજે સવારે પોતાના ઘરે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર નિલેશ ખેતાભાઇ વાઘેલાએ પોલીસને જાણ કરતા પંચા કોશી એ ડીવી.નો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પુછપરછમાં એવું જાહેર કરાયું હતું કે આત્મહત્યાનો પ્રયાસ કરતા ખેતાભાઇનું પુત્રીનું આજથી એકાદ વર્ષ પહેલા અગ્ની અકસ્માતમાં કારણે મૃત્યુ નિપજ્યું હતું. જેના કારણે તેઓ આઘાત અનુભવતા હતા અને પુત્રીના વિયોગમાં આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.
અગ્નિ અકસ્માતમાં પ્રૌઢાનું મૃત્યુ
જામનગર: જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે શ્રીજી સોસાયટીમાં રહેતા નૈનાબેન પોપટભાઇ પિત્રોડા નામની પ4 વર્ષની પ્રૌઢ મહિલા તા.3-4-ર018 ના દિવસે પોતાના ઘરે રસોઇ બનાવતા હતા જે દરમ્યાન અકસ્માતે પ્રાઇમસની ઝાળે દાઝી જતા તેઓને સૌપ્રથમ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં અને ત્યારપછી વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાં સારવાર દરમ્યાન ગઇકાલે તેનું મૃત્યુ નિપજ્યું છે.
બાળલગ્ન અટકાવ્યા
જામનગર: લાલપુર તાલુકાના પડાણા ગામમાં આજે સવારે ખંભાળીયાથી ક્ધયા પક્ષનો પરીવાર આવ્યો છે અને ક્ધયાની ઉ.વ.17 વર્ષની છે તેમ છતા તેણીના બાળલગ્ન કરાવવામાં આવી રહ્યા છે અને એક આશ્રમમાં આ લગ્નવિધિ કરાઇ રહી છે તેવી માહિતી પોલીસની 181 હેલ્પલાઇનની ટીમને મળતા કાઉન્સીલર ચાંદની જોશી, હેતલ પટેલ, નેહાબેન વગેરેની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસણી કરતા ક્ધયાની ઉંમર 17 વર્ષની હોવાનું માલુમ પડયું હતું. જેથી તેઓની સમજાવટ કરી બાળલગ્ન થતા અટકાવ્યા હતા. ક્ધયા અને તેના માતાપિતા વરરાજા અને તેના માતાપિતા ઉપરાંત ગોર મહારાજ વગેરેને મેઘર પર પડાણા પોલીસમથકે લઇ જઇ તેઓના નિવેદન નોંધ્યા હતા. ઉપરાંત સગીરા પુખ્ત વયની થાય ત્યાર પછી જ તેણીના લગ્ન કરાવીશું તેવું લખાણ કરાવી લીધું હતું અને બાળલગ્ન થતા અટકાવ્યા હતા.
લૂંટના આરોપીઓ રીમાન્ડ પર
જામનગર: જામનગરમાં દિ.પ્લોટ વિસ્તારમાં આવેલા રિધ્ધિસિધ્ધિ નામના બંગલામાં ઘુસી જઇ બંગલામાં હાજર રહેલા વૃધ્ધા શારદાબેન જયંતીભાઇ કનખરાને માર મારી તેઓની હત્યાનો પ્રયાસ કરી બંગલામાંથી રૂા.ર7.77 લાખની માલમતાની લૂંટ ચલાવવા અંગેના પ્રકરણમાં પકડાયેલા બે લૂંટારૂઓ એઝાજ ઉર્ફે એજલો રજાકભાઇ અને યુસુફભાઇ ઉર્ફે છાપરી આમદભાઇ સુમરાને એલસીબીની ટીમે તમામ લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને બંને આરોપીઓને પાંચ દિવસની રીમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. અદાલતે બે દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે.