જામનગરમાં રહસ્યમય રીતે મળેલી લાશની ઓળખ થઇ

મુળ બિહારી શખ્સની હત્યા અંગે ગુનો દાખલ જામનગર તા,17
જામનગરમાં ગોકુલનગર રોડ પર હરીયા કોલેજ પાસેથી ગઇકાલે વહેલી સવારે રહસ્યમય સંજોગોમાં મળી આવેલા અને સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ પરપ્રાંતિય યુવાનની ઓળ થઇ ચુકી છે મૃતક બિહારનો વતની હોવાનું માલુમ પડ્યું છે જયારે તબીબી રીપોર્ટના આધારે તેના માથા પર ઈંટો ફટકારી હત્યા નિપજાવાઈ હોવાનું તારણ મળતા અજ્ઞાત શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરાઇ છે.
જામનગરમાં ગોકુલનગર રોડ પર હરીયા કોલેજની એક હોટલ નજીકથી પરમદિવસે મોડી રાત્રે અંદાજે 45 વર્ષની વયનો એક અજ્ઞાત યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો જે તાબડતોબ સારવાર માટે જીજી હોસ્પીટલમાં ખસેડાયો હતો જયા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું હતું. આ ઘટનાની જાણ થતા સીટી સીડીવીઝનના પીએસઆઈ જી જે ગામીત તેમની ટીમ સાથે જીજી હોસ્પીટલમાં દોડી ગયા હતા અને આ સમગ્ર પ્રકરણની ઉંડાણ પૂર્વકની તપાસ શરુ કરી હતી મૃતકની ઓળ થઇ શકી ન હતી પરંતુ તેની હત્યા થઇ છે કે કેમ? તે જાણવા માટે તબીબોની પેનલ મારફતે પોષ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેના રીપોર્ટમાં કોઇ બોથડ પદાર્થ માથામાં ફટકારવાના કારણે તેનું મૃત્યુ નિપજયું હોવાનું તારણ મળ્યું હતું.
જેથી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી જઈ એફએસએલની મદદથી તપાસણી શરૂ કરી હતી. સૌ પ્રથમ અસંખ્યા લોકોની આસપાસના વિસ્તારમાં પુછપરછ કર્યા પછી તેની ઓળખ થઈ ગઈ હતી. મૃતકનું નામ મદનરામ ડેમારામ બોલેશ્ર્વર ચમાન (ઉ.38) અને દલિત જ્ઞાતિના તેમજ મુળ બિહાર રાજ્યના વતની અને હાલ જામનગરમાં દરેક વિસ્તારમાં રહીને મજુરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
દરેકમાં જ તેની સાથે રહેતા મૃતકના ભાઈ બિહારના વતની વિધ્યાચલરામ ડેમારામ ચમારે મૃતદેહને ઓળખી બતાવ્યો હતો સાથો સાથ તેને થયેલી ઈજા અંગે જે સ્થળેથી યુવાન બેશુધ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો તે સ્થળ પાસે એટલાન્ટીક નામના બિલ્ડિંગ કે જે બિલ્ડિંગ લાંબા સમયથી અધુરાકામ સાથે બંધ અવસ્થામાં પડ્યું છે જેના સેલરમાં એફએસએલની ટીમની મદદથી નિરિક્ષણ કરતા મૃતકના ચંપલ અને લોહીના ડાઘ તેમજ લોહીના ડાઘ વાળા ઈંટના ટુકડા વગેરે મળી આવ્યા હતા. જેથી કોઈ અજ્ઞાત શખ્સો સામે મૃતકને કોઈ તકરાર થઈ હશે જેના કારણે મરનારને માથામાં ઈંટો ફટકારતી ઢસડી ગંભીર સ્વરૂપે ઘાયલ કર્યા છે જે ઈજાના કારણે જ તેનું મૃત્યુ નિપજયું છે તેવું તારણ નિકળ્યું હતું જેથી પોલીસ અજ્ઞાત શખ્સો સામે સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
નોંધી હત્યારાઓને શોધી કાઢવા માટે ચોતરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.