જામનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં કેસરીયો લહેરાયો

પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
જામનગર તા.17
જામનગર જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં વર્ષોના કોંગ્રેસના શાસન પછી ભાજપના સતાધીશોએ કબ્જો લીધા પછી જામનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પણ ભાજપનો કેસરીયો લહેરાયો છે. જામનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં હોદ્દેદારોની તાજેતરમાં થયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભાજપના રમેશભાઇ જેરામભાઇ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે ભાજપના બહાદુરસિંહ જાડેજાની બીનહરીફ ચૂંટણી આવેલ છે.
જામનગર માર્કેટયાર્ડના ચેરમેન રાઘવજીભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ભાજપના આગેવાનો બીનહરીફ ચુંટાઇ આવેલ છે. બીનહરીફ ચૂંટાયેલ આ હોદ્દેદારોને ભાજપના તાલુકાના પ્રમુખ મુકુંદભાઇ સભાયા, બકુલસિંહ જાડેજા, દિલીપસિંહ ચુડાસમા, રસીકભાઇ કોડીનારીયા, પ્રદીપસિંહ જશુભા જાડેજા, ભગવાનજીભાઇ ધમસાણીયા, માવજીભાઇ ભેસદડીયા વગેરે આગેવાનોએ અભિનંદન આપેલ છે.