ભારતીય અર્થતંત્ર માટે ખુશખબર વર્લ્ડ બેન્કે દેખાડ્યો 7.3% ગ્રોથ

  • ભારતીય અર્થતંત્ર માટે ખુશખબર  વર્લ્ડ બેન્કે દેખાડ્યો 7.3% ગ્રોથ

નવી દિલ્હી તા.17
વર્લ્ડ બેન્કે ચાલુ નાણાંકીય વર્ષ (2018-19)માં ભારતના વિકાસ દર 7.3 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે. વૈશ્વિક સંસ્થાનું કહેવું છે કે ભારતીય અર્થતંત્ર જીએસટી લૂગા કર્યા બાદ વિકાસ દરમાં આવેલા નજીવા ઘટાડાના દોરથી બહાર નીકળી ચૂકયું છે. વિશ્ર્વ બેન્કના મતે નાણાંકીય વર્ષ 2019-20 અને 2020-21માં અર્થતંત્રનો વિકાસ દર 7.5 ટકાની સપાટી પર રહેશે.
વર્લ્ડ બેન્કે પોતાના સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપોર્ટમાં કહ્યું કે ભારતના અર્થતંત્રમાં સુધારની સ્થિતિ આ ક્ષેત્ર (દક્ષિણ એશિયા)એ દુનિયામાં સૌથી ઝડપથી વધતા ક્ષેત્રનો દરજ્જો ફરીથી પ્રાપ્ત કરી લીધો છે. રિપોર્ટના મતે ભારતમાં આર્થિક વિકાસ દર 2017માં 6.7 ટકાથી વધીને 2018માં 7.3 ટકા થઇ શકે છે.
ખાનગી રોકાણ તથા ખાનગી વપરાશમાં સુધારાથી સતત આગળ વધવાની આશા છે. ધારણા છે કે દેશનો વૃદ્ધિ દર 2019-20 અને 2020-21મા વધીને 7.5 ટકા થઇ જશે. ભારતને વૈશ્વિક વૃદ્ધિનો ફાયદો ઉઠાવા માટે રોકાણ અને નિકાસ વધારવાની ભલામણ કરાઇ છે. વિશ્વબેન્કે માન્યું કે જીએસટી લાગૂ થવાથી ભારતમાં આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થઇ હતી અને તેની નકારાત્મક અસર પડી હતી. પરંતુ અર્થતંત્ર હવે તેમાંથી ઉભરી ચૂકયું છે અને આ નાણાંકીય વર્ષ 2019માં વિકાસ દરને 7.4 ટકા સુધી પહોંચાડવામાં મદદગાર થશે.
જો કે વિશ્વ બેન્કે મધ્યાવધિાં ખાનગી રોકાણની વાપસીને મોટો પડકાર ગણાવ્યો છે. તેમના મતે દેશમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટસ વધારવામાં કેટલીય સ્થાનિક અડચણો છે. તેમાં કંપનીઓ પર વધતા દેવા, નિયામક, અને નીતિગત પડકારો વગેરે મુખ્ય છે. વર્લ્ડ બેન્કના મતે અમેરિકામાં વ્યાજ વધવાની પણ ભારતમાં ખાનગી રોકાણના રૂખ પર નકારાત્મક અસર પડી શકે છે.
વિશ્વ બેન્કે કહ્યું કે ભારતને પોતાનો રોજગાર દર યથાવત રાખવા માટે વાર્ષિક 81 લાખ રોજગારી ઉભી કરવાની જરૂર છે. રિપોર્ટના મતે દર મહિને 13 લાખ નવા લોકો કામકાજ કરવાની ઉમંરમાં પ્રવેશ કરે છે. વિશ્વ બેન્કના દક્ષિણ એશિયાના ક્ષેત્રના પ્રમુખ અર્થશાસ્ત્રી માર્ટિન રામાએ કહ્યું કે 2025 સુધીમાંદર મહિને 18 લાખથી વધુ લોકો કામકાજી ઉંમરમાં પહોંચશે. માર્ટિનના મતે સારા સમાચાર એે છે કે આર્થિક વૃદ્ધિ નવી નોકરીઓ ઉભી કરી રહ્યું છે.