આમિર ખાન જળ માટે વિક્રમી શ્રમદાન થકી ‘મહારાષ્ટ્ર દિવસ’ની કરાવશે ઉજવણી

પાની ફાઉન્ડેશનની પ્રેરણાથી લાખોની સંખ્યામાં મહારાષ્ટ્રનાં શહેરીજનો ગામડામાં જઇ શ્રમદાન કરશે
મહારાષ્ટ્રનાં 75 જિલ્લામાં નવતર સ્પર્ધા: 5 લાખ લોકોનું રજીસ્ટ્રેશન ઇનામમાં ‘વોટર-કપ’ અને લાખો રૂપિયા રોકડા
મુંબઇ તા.17
અભિનેતા આમિર ખાનની પાની ફાઉન્ડેશનની પ્રેરણાથી આ વખતે લાખોની સંખ્યામાં મહારાષ્ટ્રના શહેરીજનો મહારાષ્ટ્રના ગામમાં જઈને શ્રમદાન કરીને પમહારાષ્ટ્ર દિવસથ મનાવશે. મોટા ભાગે દુકાળગ્રસ્ત મહારાષ્ટ્રમાં પાની ફાઉન્ડેશન દ્વારા એક નવી સપર્ધા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જે ગામમાં જળસંરક્ષણનો રેકોર્ડ બનાવવામાં આવશે તે ગામને આમિરખાન તરફથી વોટર કપ અને લાખો રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
આ વખતે આ સ્પર્ધા મહારાષ્ટ્રના 75 તાલુકાઓમાં ચાલી રહી છે. પાની ફાઉન્ડેશનના સીઇઓ સત્યજીત ભટકલના કહ્યા અનુસાર સતત ત્રીજા વર્ષે ચલાવવામાં આવી રહેલા આ અભિયાનમાં આ વખતે શ્રમદાન માટે શહેરના નાગરિકોને પણ જોડવામાં આવી રહ્યા છે. પાની ફાઉન્ડેશનની વેબસાઈટ પર શ્રમદાન માટે રજીસ્ટ્રેશન કરાવનારની સંખ્યા લાખ ઉપર જતી રહી છે. જો કે આ રજીસ્ટ્રેશન હજી 25મી એપ્રિલ સુધી ચાલશે. આ રજીસ્ટ્રશનમાં મુંબઈ, પૂણે, નાસિક, ઓરંગાબાદ, અને નાગપૂર જેવા મહારાષ્ટ્રના મોટા શહેરો સહિત અન્ય શહેરોના લોકોએ પણ નામ નોંધાવ્યા છે.
સૂત્રો જણાવે છે કે છેલ્લા ત્રણ વર્ષોથી ચાલી રહેલા આ અભિયાન દરમિયાન અનુભવવામાં આવ્યું છે કે શહેરી લોકો આસપાસના ગામડાઓમાં જઈને પાની માટે શ્રમદાન કરવા ઈચ્છે છે, જેને જોતા 1 મે નો દિવસ પસંદ કરવામાં આવ્યો છે. કારણકે આ દિવસે મહારાષ્ટ્રમાં રજા હોય છે. જેથી આ દિવસે ઘરે બેસીને છૂટ્ટી મનાવવાની જગ્યાએ લોકો મહારાષ્ટ્રમાં પોતાની પસંદગીના ગામમાં જઈને શ્રમદાન કરી શકે તે હેતુને આ અભિયાન અંતર્ગત જોડવામાં આવ્યો છે.