ઘાંચીવાડમાં રેશનીંગની દુકાનમાં અનાજમાંથી મરેલા ઉંદર નિકળ્યા

ચોખા-ઘઉંના કોથળામાં જીવાતું ખદબદતી હતી, કોંગ્રેસની જનતારેડ
ઉપરથી જ આવો માલ આવ્યો હોવાનું દુકાનદારનું બયાન: કોંગ્રેસ જાતે માલ બહાર ફેંકી દેતા અફડાતફડી રાજકોટ,તા.16
રાજકોટમાં ઘાંચીવાડ વિસ્તારમાં સસ્તાં અનાજની દુકાનમાં મરેલા ઉંદરડા-જીવાતું પડી હોવાની જાણ શહેર કોંગ્રેસને થતાં પૂર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી સહિતના કાર્યકરો ત્યાં રૂબરૂ થઇ જનતારેઠ કરતાં અંદર પ્રવેશતા જ ઘઉં અને ચોખ્ખાઓની ગુણીઓમાંથી મરેલા ઉંદર નિકળતાં ઉપસ્થિત સૌકોઇ ચોંકી ઉઠ્યા હતાં અને ચોખા-ઘઉંના કોથળા તપાસ કરતાં તમામ કોથળામાં મરેલા ઉંદરડા-જીવાતું જોવા મળી હતી. ખોળા-અજા સાગઠીયાના નામ ધરાવનાર આ રેશનિંગની દુકાનમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ જસવંતસિંહભટ્ટી, કેયુર મસરાણી, રણજીત સુંધવા, સહિતના કાર્યકર્તાઓ તમામ માલ-સમાન બહાર ઠાલવી દેતાં થોડી ક્ષણ માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસ જનતા રેડ કરતાં ઘાંચીવાડમાં અફડાતફડી મચી ગઇ હતી, અને રેશનીંગની દુકાનદારની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે સસ્તાં અનાજનો માલ પુરવઠામાંથી આવ્યો હતો અને ઉપરથીજ આવો માલ આવ્યો હોવાનું કોંગ્રસી કાર્યકર્તાઓને જણાવ્યુું હતું. ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકર્તાએ સસ્તા અનાજને ગરીબોને અપાતો તમામ માલ બહાર ફેંકી દીધો હતો રેશનીંગની દુકાનમાં ગરીબ પરિવારના સભ્યો પોતાના ઘરનું ગુજરાન ચલાવવા અનાજ સસ્તા ભાંવે ખરીદી કરતા હોય છે. ચોખામાં જીવાતુ ઉપરાંત ધૂળ જોવા મળી હતી ત્યારે કોંગ્રેસીના કાર્યકર્તાઓએ આ માલ ગરીબો ખાય તો બિમાર પડે તેમ છે. ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસની જનતા રેડ બાદ તે વિસ્તારમાં લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતાં અને મરેલા ઉંદર-જસવાત વાળો માલ સાફકરી ગરીબોને આપતા હોવાનું જણાવ્યું હતું બાદમાં લોકોના ટોળાએજ એ રેશનીંગની દુકાનમાં તોડફોડ કરી બંધ કરાવી હતી.