એક વર્ષ પૂર્વે મોબાઇલની દુકાનમાં હાથફેરો કરનાર લોહાનગરનો શખ્સ ઝબ્બે

ભંગારની ફેરી સાથે ચીલઝડપ અને ચોરીના ગુનાઓને આપતો અંજામ રાજકોટ તા.16
રાજકોટમાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે ડીસીબી પીએસઆઇ ડી.પી.ઉનડકટ, ભરતભાઇ વસાણી, અતુલભાઇ મકવાણા, યુવરાજસિંહ ઝાલા, જયપાલસિંહ ચુડાસમા, શૈલેષગીરી ગોસ્વામી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ખાનગી રાહે પર રવિ મોબાઇલ નામની દુકાનમાં ત્રાટકી આઠ મોબાઇલ અને ડીવીઆર તથા કેમેરાની ચોરીના ગુનામાં લોહાનગરમાં રહેતો મનસુખ ઉર્ફે દીપ હરીભાઇ પરમાર અને તેના મિત્ર કિશન ઉર્ફે બાઉ ઉર્ફે બૈજુની સંડોવણી છે. આ બાતમી આધારે મનસુખ પરમારને સકંજામાં લઇ તેની પાસેથી બે ચોરાઉ મોબાઇલ કબ્જે કર્યા હતા.
મનસુખ પરમાર ભંગારની ફેરી કરતો હોવાનું અને અગાઉ ચીલઝડપ ઘરફોડ સહિતના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોવાનું જાણવા મળ્યું છે.