કુવાડવા હાઇ-વે પર પોલીસને જોઈ દારૂ ભરેલી કાર રેઢી મૂકી બુટલેગર નાસી છૂટ્યો

19 પેટી દારૂ અને કાર સહીત 2.68 લાખનો મુદામાલ કબ્જે  રાજકોટ તા.16
રાજકોટ શહેરમાં દારૂ જુગારના દુષણ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુવાડવા હાઇવે ઉપર વોચ ગોઠવી હતી પરંતુ બુટલેગર પોલીસને જોઈ જતા દારૂ ભરેલી કાર રેઢી મૂકી નાસી છૂટ્યો હતો પોલીસે 19 પેટી દારૂ અને કાર સહીત 2.68 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં દારૂ જુગારના કેશો કરવા અંગે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત , જેસીપી દિપક ભટ્ટ , ડીસીપી કરણરાજ વાઘેલા , બલરામ મીણા , એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયામી સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મહાવીરસિંહ જાડેજા , પ્રતાપસિંહ ઝાલા , યોગેન્દ્રસિંહ , હરદેવસિંહ , કૃપાલસિંહ ઝાલા , મયુરભાઈ પટેલ , સોકતખાન સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગીરાહે હકીકત મળી હતી કે કુવાડવા હાઇવે ઉપર પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાછળ એક સ્વીફ્ટ કારમાં દારૂનો જથ્થો લઈને બુટલેગર નીકળવાનો છે આ બાતમી આધારે વોચ ગોઠવી હતી દરમિયાન બુટલેગરની નજર પોલીસ ઉપર પડી જતા તે દારૂ ભરેલી કાર રેઢી મૂકી નાસી છૂટ્યો હતો પોલીસે કારની તલાસી લેતા અંદરથી 19 પેટી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને કાર સહીત 2,68,400 રૂપિયાનો મુદામાલ કબ્જે લીધો હતો અને નાસી છૂટેલા ચુનારાવાડના સંજય ઓધવજીભાઈ સનુરાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.