RTOમાં અંતે બીલ વગરનાં ટ્રકોનો આજીવન ટેક્સ સ્વીકારવાનું શરૂ

ટ્રકમાલિકોના ચમત્કારને છઝઘનું નમસ્કાર !
200થી વધારે ટ્રકમાલિકોનું કચેરીમાં હલ્લાબોલ: અધિકારીઓ સાથે ગાંધીગીરી, અંતે માગણીનો સ્વીકાર રાજકોટ,તા.16
રાજકોટ આરટીઓ તંત્ર દ્વારા ટ્રાન્સપોટરો પાસેથી બિલ વગરનાં ટ્રકનાં આજીવન ટેક્સ ન લેવાતા આજરોજ ટ્રાન્સપોર્ટ એસોસીએશનને આરટીઓ કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. અધિકારીઓને ગુલાબ આપી ગાંધીગીરી કરવામાં આવી હતી તથા ફક્ત રાજકોટ આરટીઓમાંજ આવો તખલખી નિર્ણય શા માટે તેવા સવાલો કરાતાં અંતે આરટીઓએ ટ્રાન્સપોર્ટ એસો.ની માંગણી સ્વીકારી લીધી હતી.
આ અંગે ટ્રાન્સપોર્ટ એસોના હસુભાઇ દવેએ જણાવ્યું કે રાજયની અન્ય કચેરીઓ દ્વારા બીલ વગરનાં ટ્રકના આજીવન ટેક્સ સ્વીકારવામાં આવે છે ફકત રાજકોટ આરટીઓમાં જ તેનો સ્વીકાર થતો નથી. અન્ય આરટિઓએ આ અંગે ભાવબંધણા પણ કર્યો છે
જેના પૂરાવાઓ આજે આરટીઓને અપાયા હતાં.
આ પૂર્વે ટ્રાન્સપોર્ટ એસો.ના 200 થી વધારે માલિકો દ્વારા આજરોજ આરટીઓનાં આ તઘલખી નિર્ણય સામે આરટીઓની કામગીરી રોકવા પ્રયાસો થયા હતા. ઉપરાંત કચેરીમાં ટ્રકમાલિકોએ ઉગ્ર દેખાવ કર્યા હતા. સાથો સાથ અધિકારીઓને ગુલાબ આપી ગાંધીગીરી કરવામાં આવી હતી. ટ્ર માલિકોનો આકરો મિજજા પારખી અંતે આરટીઓ મોજીટ્રાએ ટ્રક માલિકોની માંગણી સ્વીકારી લીધી હતી તથા આરટીઓમાં આજથી જ બસલ વગરનાં ટ્રકોનો આજીવન ટેક્સ સ્વીકારવા આશ્ર્વસન આપ્યું હતું.