હળવદ બળાત્કાર કેસના આરોપીને કડક સજા કરવા ઠાકોર સેનાની માંગ

રાજકોટમાં કલેકટરને આવેદનપત્ર પાઠવાયું રાજકોટ, તા. 16
હળવદમાં સગીર બાળા ઉપર કરવામાં આવેલ બળાત્કારના ગુનામાં પકડાયેલ આરોપીઓને કડક સજા કરવાની માંગણી સાથે રાજકોટ જિલ્લા ઠાકોર સમાજ દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ. હળવદ તાલુકા સમસ્ત ઠાકોર સમાજ તેમજ હળવદ તાલુકા ઠાકોર સેના દ્વારા મામલદારને તેમજ પીઆઈને આવેદનપત્ર આપતા આરોપીઓની તાત્કાલીક ધોરણે અટકાયત કરવામાં આવેલ છે. આરોપીઓ હાલે કસ્ટડીમાં છે અને આરોપીઓએ જે પ્રકારના, ગુનો કરેલ છે તે સમાજ માટે ખુબજ મોટી આડ અસર કરે છે. આ કામના આરોપીઓએ સગીર બાળા ઉપર ખરાબ કૃત્ય (બળાત્કાર) કરેલ છે અને આ વાસનાના ભુખ્યાઓને કડક સજા કરવામાં ન આવે તો તહેની છાપ ભવિષ્યમાં ખરાબ પડી શકે છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને અને અન્ય ઈસમો વિરૂદ્ધ યોગ્ય અને મજબૂત ફરીયાદ પક્ષના નિવેદનો લઈ પંચનામા કરી યોગ્ય ચાર્જશીટ કરી અને આ ચાર્જશીટ માટે યોગ્ય પોલીસ અધિકારીની નિમણુંકની માંગણી કરાઈ છે. જેથી કોઈ કાચુ કપાવવાનું કે ભિનુ સંકેલવાનું કોઈ પ્રશ્ર્ન ઉપસ્થિત ન થાય.