ગાંધીગ્રામમાં બે સ્થળે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા પાંચ ઝડપાયા: 32 હજારનો મુદામાલ જપ્ત

ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસની કામગીરી રાજકોટ તા.16
આઇપીએલ શરૂ થતા જ સટોડિયાઓ મેદાનમાં ઉતરી પડ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગાંધીગ્રામમાં દરોડો પાડી ત્રણ શખ્સોને 21,500ના મુદામાલ સાથે
અને ગાંધીગ્રામ પોલીસે બે શખ્સોને 10,500ના મુદામાલ સાથે સટ્ટો રમાડતા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ
ધરી છે.
જયારે ગાંધીગ્રામ શેરી નંબર 7માં રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા હોવાની ચોક્કસ બાતમી આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાજદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ , શૈલેષભાઇ પટેલ સહિતના સ્ટાફે દરોડો પાડી જયેશ દિનેશભાઇ આહ્યા અને દૂધની ડેરીએ રહેતા કિરીટ યશવંતરાય દરજીને ક્રિકેટ મેચ ઉપર ફોન મારફતે જુગાર રમાડતા રંગેહાથ ઝડપી લીધા હતા અને ત્યાંથી બે મોબાઈલ અને રોકડા 520 સહીત 10,520 રૂપિયાનો મુદામાલ કબ્જે લીધો હતો આ બંને શખ્સો કોની પાસે કપાત કરાવતા હતા તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો અનુસાર ગાંધીગ્રામ ગાંધીનગર-8માં ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. મહાવીરસિંહ જાડેજા, હેડકોન્સ.પ્રતાપસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ, શોૈકતખાન સહિતના સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ગાંધીગ્રામ ગાંધીનગર-8માં રહેતો કિરીટ મનસુખભાઇ કક્કડ (ઉ.22) આઇપીએલના કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચેના આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી મળતાં દરોડો પાડતાં કિરીટ તથા જય રાજશેભાઇ કક્કડ (ઉ.22-રહે. આનંદનગર કોલોની એચ-235) તથા પારસ પ્રભુદાસભાઇ ઉનડકટ (ઉ.40-રહે. ન્યુ પપૈયાવાડી-1) સટ્ટો રમતાં મળી આવતાં ત્રણેયને પકડી લઇ પાંચ ફોન, હીસાબનો ચોપડો, ટીવી, સેટઅપ બોકસ મળી રૂ. 21500ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતાં. આ શખ્સો દ્વારા કોની પાસે કપાત કરાવવામાં અવાતી હતી. તે અંગે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.