માધાપર ચોકડીએ નવી બનતી બિલ્ડિંગમાં મેળા પર ચડી કામ કરતા મજુર પર દીવાલ પડતા મોત

બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી: પરપ્રાંતીય પરિવારમાં શોક રાજકોટ તા.16
રાજકોટની માધાપર ચોકડી નજીક નવી બનતી બિલ્ડિંગમાં મેળા ઉપર ચડી કામ કરતા પરપ્રાંતીય મજુર ઉપર 10 દિવસ પૂર્વે બનાવેલી દીવાલ પડતા નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું શ્રમિકના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
રાજકોટના માધાપર ચોકડી નજીક આવેલ પુલ પાસે બિલ્ડ કોઈન નામની નવી બની રહેલી બિલ્ડિંગમાં દસેક ફૂટ ઊંચા મેળા ઉપર ચડીને કામ કરતા હિતેશ રસિકભાઈ ડામોર નામના પરપ્રાંતીય મજુર ઉપર દસેક દિવસ પૂર્વે બનાવેલી દીવાલ અચાનક પડતા હિતેશ પટકાયો હતો તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો મૃતક યુવાન મૂળ દાહોદનો હોવાનું અને માધાપર નજીક પરિવાર સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું છે અહીંયા કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો શ્રમિક યુવાનના મોતથી એક દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.