ઘંટેશ્ર્વર પાસે અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધે દમ તોડયો


સાધુ વાસવાણી રોડ પર રહેતા પટેલ પિતા-પુત્ર વતન ઢોકળીયાથી બાઇક પર આવતા હતા ત્યારે રીક્ષાચાલકે ઠોકર મારી’તી
રાજકોટ તા.16
શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે પાંચ દિવસ પહેલા અકસ્માતમાં ઘવાયેલા સાધુ વાસવાણી રોડ પર રહેતા પટેલ વૃધ્ધનું સારવાર દરમ્યાન હોસ્પીટલમાં મોત નિપજ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે સરિતા પાર્કમાં રહેતા નાનજીભાઇ ભુરાભાઇ કુંડાળીયા (ઉ.વ.70) નામના પટેલ વૃધ્ધ ગત તા.10/4 ના રાત્રે પુત્ર કાંતિભાઇ સાથે બાઇક પર પડધરીના ઢોકળીયા ગામે વતનમાંથી પરત આવતા હતા ત્યારે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે સીએનજી રીક્ષાએ બાઇકને ઠોકર મારતા નાનજીભાઇને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જેમનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.