રૈયાધારમાં બનેવી પર બે સાળાઓનો હુમલો

રાજકોટ,તા.16
રૈયધાર સ્લમ કવાટરમાં પત્ની આઠ મહિનાથ રીસામણે હોઇ તે બાબતનો ખાર રાખી વણકર યુવાન પર તેના બે સાળાએ લાકડી વતી માર માર્યાની ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રૈયાધાર સ્લમ કવાટરમાં રહેતો રમેશ હાજાભાઇ મકવાણા (ઉ.વ.30) ગઇકાલે પોતાના ઘર પાસે હતો. ત્યારે મોચીનગરમાં રહેતા તેના સાળા રાજુભાઇ મહેશભાઇ વાઘેલા અને અનીલ મહેશભાઇ વાઘેલાએ આવી ગાળો આપી ઝઘડો કરી ઉશ્કેરાઇને લાકડી વડે માર માર્યોહતો.ઇજા થતા વણકર યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. પત્ની આઠ માસથી રિસામણે હોઇ, તે બાબતનો ખાર રાખી સાળા રાજુ અને અનિલે હુમલો કર્યો હોવાુનં ખુલ્યુ છે. આ અંગે યુનિવર્સટી પોલીસે રમેશ વાઘેલાની ફરિયાદ દાખલ કરી એએસઆઇ કે.આર. કાનાબાર તથા બ્રીજરાજસિંહે તપાસ હાથ ધરી છે.